BANASKANTHATHARAD
થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં પડેલા આખલાનો આબાદ બચાવ

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદમાં નર્મદા મુખ્ય કેનાલમાં એક આખલો પડી જવાની ઘટના સામે આવી છે. ખાનપુર ફાટક નજીક કેનાલમાં પડેલા આખલાની સ્થિતિ જોખમી હતી. લાંબા સમયથી પાણીમાં હોવાને કારણે તેના ડૂબી જવાનો ભય સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. શેણલ યુવક મંડળ થરાદ અને સ્થાનિક રાહદારીઓએ પણ બચાવ કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો.લગભગ એક કલાક સુધી ચાલેલી સઘન કામગીરી બાદ આખલાને સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી. બચાવ કરાયેલા આખલાને ત્યારબાદ સુરક્ષિત રીતે ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો



