
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સુરખાઈ ખાતે યોજાયેલ ઢોડિયા સમાજના કોલા કુળ સંમેલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.
સમારોહમાં ડી.ઝેડ.પટેલ,ડો.નિરવ ભુલાભાઇ પટેલ સહિતના આગેવાનોની સમસ્ત કોલા કુળ પરિવાર ટ્રસ્ટમા હોદ્દેદારો તરીકે વરણી.
દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં બહુધા વસ્તી ધરાવતા ઢોડિયા સમાજમાં 325 કરતા વધુ કુળ અસ્તિત્વમાં છે.દરેક કુળના વ્યક્તિઓ એક જ પૂર્વજના સંતાન ગણાતા હોવાથી એકબીજાના ભાઈ બહેન ગણાય છે અને એક જ કુળમાં લગ્નો વર્જિત છે.સમસ્ત કોલા કુળ પરિવાર ટ્રસ્ટ નોંધણી થયાને લગભગ 55 વર્ષ વીતી ગયા બાદ કુળના સંબંધો પુન:જીવિત કરવા નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખ પટેલની આગેવાનીમાં કોલા કુળનું ભવ્ય સંમેલન સુરખાઈ ઢોડિયા સમાજ ભવન ખાતે યોજાયું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમા તેજસ્વી તારલાઓનો,નિવૃત કર્મચારીઓનો સન્માન સમારોહ અને વડીલ વડલાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં ધનસુખભાઇ ઝેડ પટેલની પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી અને ડો.નિરવ પટેલ,નિવૃત તાલુકા વિકાસ અધિકારી નલિનભાઈ પટેલ,રવિન્દ્રભાઈ પટેલ,વિજયભાઈ પટેલ મરલા,મુકેશભાઈ પટેલ,ભાણાભાઈ પટેલ,રમેશભાઈ પટેલ,મણિલાલ પટેલ,અમૃતભાઈ પટેલ,દક્ષાબેન પટેલ,ઈશ્વરભાઈ પટેલ,દિનેશભાઇ પટેલ,વિજયભાઈ એસબીઆઈ સહિતના હોદ્દેદારોની નિમણુંક થઇ હતી.આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,ઉદ્યોગપતિ ચંપકભાઈ વાડવા,સુરખાઈ સમાજભવન મહામંત્રી નટુભાઈ પટેલ,હરીશભાઈ પટેલ,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો પોતાનો ભૂતકાળ જાણવો ખુબ જ જરૂરી છે.જે વ્યક્તિ પરિવાર,સમાજ અને પોતાના દેશની માટી સાથે જોડાયેલો રહે અને સાત્વિકતાથી પ્રગતિ કરતો રહે તે જ સાચો દેશભક્ત.કોલા એટલે શિયાળ.કોલા કુળના લોકો ખુબ જ ચતુર હોય છે પરંતુ બાબાસાહેબ આંબેડકરજીના માર્ગે ચાલીને વધુ શિક્ષિત,સંગઠિત અને સંઘર્ષશીલ બનવાની જરૂર છે.જાણવા મળેલ છે કે કોલા કુળ પરિવાર 55 વર્ષથી નોંધણી થયેલ ટ્રસ્ટ છે,વચ્ચે કેટલોક સમય શુન્યવકાશ થયેલ પરંતુ ઉત્સાહી પ્રમુખશ્રી ધનસુખભાઇની આગેવાનીમા કોલા કુળની મિટિંગો,સંમેલનો નિયમિત થતા રહેશે અને કોલા કુળ સમાજ તેમજ દેશની પ્રગતિમા ખુબ જ મહત્વનો ભાગ ભજવશે એવી અપેક્ષા રાખું છું.કાર્યક્રમને સફળ બનાવવામા તુષાર પટેલ,તરલ પટેલ સહિતના યુવા આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.




