GUJARAT

કોલીયાદ ગામે હજરત સૈયદ કાશમશા દાદાની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફ તેમજ ઉર્સ ની ઉજવણી કરાઇ

વડોદરાના કરજણ તાલુકાના કોલીયાદમાં આવેલી હજરત સૈયદ કાશમશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદ્રેસા પાસેથી સંદલ શરીફનું ઝુલુસ પ્રસ્થાન થયું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિધ્ધ આસ્તાના પર જઇ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાશમશા સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. કલા શરીફ સ્થિત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું... ફૈઝ ખત્રી..શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!