તા.૦૨.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા માં આવેલ કોટા ગામે કુવામાં રાત્રીના સમયે નીલ ગાય કુવામાં પડી જતા જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા રેસયુ કરી નીલગાય ને સહીસલામત કુવામાંથી કાઢી જંગલ માં છોડી મુકવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માં આવેલ કોટા ગામમા ભેદી પ્રભુદાસ કાળુભાઇ ના ઘર આંગણે આવેલા કુવામાં રાત્રીના સમયમાં આકસ્મિક રીતે નીલગાય કુવામાં પડી ગયેલ હતી અને ગભરાયેલી નીલગાય બુમ બરાડા પાડતી હતી તેની જાણ કુવા માલિકને થતાં સંજેલી જંગલ ખાતાના કર્મચારીઓ ને જાણ કરવામાં આવતા તરત રાસ દોરડું તેમજ અન્ય સાધન સામગ્રી સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ગામ લોક ની મદદગારી લય રેસયુ ચાલુ કરવામાં આવીયુ હતું આમ બે થી ત્રણ કલાક સુધી રેસયુ ચાલુ કરવામાં આવ્યું હતું કુવો ઉંડો અને સાંકડો હતો જથી ભારે જહેમત ઉઠાવી જીવના જોખમે સાહસ કરી નીલગાય ને દોરડા થી બાધી નીલગાયને કોઈપણ પ્રકારની ઈજાઓ ના પોહચે એ રીતે ખેંચવામાં આવતા કુવા બહાર કાઢવામાં આવતા કિનારે આવતા ગભરાયેલી નીલગાય ધમપછાડા કરી રસી દોરડા માંથી મુક્ત કરતા હરણ ફાળે નજીકના જંગલ વિસ્તારમાં દોડી ગય હતી આમ જંગલ ખાતાના કર્મચારીઓ તેમજ ગામના સેવાભાવી ગ્રામ જનો એ પ્રાણી ને બચાવ કામગીરી સેવાનું પુન્ય રુપી કાર્ય કરેલ છે જેઓને કોટા ગામના સરપચ પંકજકુમાર તેમજ ગામના વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ એ અભિનંદન પાઠવ્યા હતા