BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘વોટ ચોરી’ વિરોધમાં વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

17 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘વોટ ચોરી’ વિરોધમાં વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું લોકશાહીની હત્યા કરીને દેશને ગુલામ બનાવવાનું કાવતરું ભાજપ સરકાર રચી રહી છે- ગુલાબસિંહ રાજપૂત પાલનપુર, તા.14
ભાજપ છેલ્લા ઘણા સમયથી દેશમાં અને અન્ય રાજ્યોમાં ‘વોટ ચોરી’ કરીને સત્તા મેળવી રહી છે અને તે લોકશાહી સામે સૌથી મોટો ખતરો છે. ‘વોટ ચોરી’ કરીને સતત જીત મેળવી રહેલી ભાજપ સરકાર દેશને ગુલામ બનાવી રહી છે અને દેશના નાગરિકોનો વોટ અધિકાર છીનવી રહી છે. તેવા આરોપ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પાલનપુર ખાતે ‘વોટ ચોરી’ના વિરોધમાં વિશાળ મશાલ રેલીનું આયોજન સમયે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, હાલના સમયમાં દેશ અને રાજ્ય ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને યુવાનો પાસે ડિગ્રી છે પણ નોકરીઓ નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર કેન્દ્રમાં સત્તામાં છે, પણ હવે ખબર પડી કે તેઓ તો વોટ ચોરી કરીને સત્તા હાંસલ કરી રહ્યા છે અને ભારતીય લોકશાહી તોડી રહ્યા છે. જો આવનાર સમયમાં આવી રીતે ભાજપ વોટ ચોરી કરીને સત્તા મેળવતી રહી તો દેશની લોકશાહીનું પતન થઈ જશે એવું જણાવ્યું હતું.બમાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના નેતા રાહુલ ગાંધી દેશના સંવિધાન બચાવવા માટે લડાઈ લડી રહ્યા છે. ભાજપ ‘વોટ ચોર છે’ તેના લીધે સત્તા છોડવી પડશે, હવે દેશનો નાગરિક જાગી ગયો છે અને દેશવાસીઓને પણ હવે ખબર પડી ગઈ છે કે ભાજપ લોકશાહીની હત્યા કરીને સત્તા મેળવી રહી છે. આવનાર સમયમાં ભાજપને સત્તામાંથી ઉખાડી ફેકીશું તેવું પણ આહ્વાન કર્યું હતું.
પાલનપુર ખાતે વોટ ચોરી, ગાદી છોડો અને લોકતંત્રને બચાવવા માટે યોજાયેલી વિશાળ માશલ રેલીમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્ય સહિત યુવા કોંગ્રેસ, એન. એસ.યુ. આઈ અને તમામ કોંગ્રેસ પાર્ટીના ફ્રન્ટલના હોદેદારો પણ જોડાય હતા.

Back to top button
error: Content is protected !!