AHAVADANGGUJARAT

વઘઇ તાલુકાના કોયલીપાડા પ્રાથમિક શાળાનો સ્થાપના દિન” તથા “ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ” યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કોયલીપાડા શાળાની સ્થાપના 19- 12 -1960નાં  રોજ કરવામાં આવી હતી.શાળાના 65 માં સ્થાપના દિનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે શાળાના બાળકો તથા ગામ લોકોને મુશ્કેલીઓથી ડરવુ નહિ તથા દ્રઢ  મનોબળ સાથે આગળ વધવા માર્ગદર્શન આપ્યુ હતુ.તેમણે ધારાસભ્ય ફંડમાંથી એક લાખ રૂપિયા જેટલી માતબર રકમ કોયલીપાડા પ્રાથમિક શાળાનાં વિકાસ માટે ખર્ચ કરવાની જાહેરાત કરી હતી.સાથે આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇનાં પ્રાચાર્ય બી.એમ.રાઉત,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપકભાઈ પટેલ,શાળાના ભૂતપૂર્વ શિક્ષક નવલભાઇ ઠાકરે,દિનેશભાઈ ગાંગોડા બીઆરસી વઘઇ,હરેશભાઈ ભોયે,માનનીય અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ ડાંગ તથા કેળવણી નિરીક્ષક, સીઆરસી, કેન્દ્ર શિક્ષક,આચાર્યો તથા શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.આ શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનોને હાર્દિક આવકાર આપવામાં આવ્યો હતો.શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે પોતાની જૂની યાદો તાજી કરી હતી. ગામ લોકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ શાળાના વિકાસ માટે મદદરૂપ થવા દાન આપ્યુ હતુ.કોયલીપાડા પ્રાથમિક શાળાનાં સ્થાપના દિનની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસભેર કરવામાં આવી..

Back to top button
error: Content is protected !!