
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ કાર્યક્રમના માધ્યમથી યંગ ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન પ્રક્રિયા હેઠળ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તાલુકા કક્ષાએ બનેલા વિજેતાઓ, સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન, ઇનસ્કૂલ ટેલેન્ટ અને પ્રુવન ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન હેઠળ હાઇટ હન્ટ, પ્રોમિસિંગ એથ્લીટ, ડી.એલ.એસ.એસ. ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાની ડી.એલ.એસ.એસ. પસંદગી કસોટી માટે માન્યતા આપવામાં આવે છે.આ કસોટીના અંતે નિયત પરિણામના આધારે મેરીટ ધોરણે રમત પ્રતિભાશાળી ખેલાડીઓને કાઉન્સેલિંગના માધ્યમથી જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સ્કૂલ યોજનામાં પ્રવેશ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના પસંદગી પામેલા ખેલાડીશ્રીઓ અને તેમના વાલીશ્રીઓને રાજ્ય સરકારશ્રીની આ યોજનાથી સંપૂર્ણ માહિતગાર કરવા માટે તાજેતરમાં ક્રીડા ભારતી સંગઠન, જૂનાગઢ દ્વારા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જૂનાગઢ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં વિશિષ્ટ તજજ્ઞો દ્વારા ખેલાડીશ્રીઓ અને વાલીશ્રીઓને જરૂરી તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ અધ્યક્ષશ્રી, ક્રીડા ભારતી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





