GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા કક્ષા ની ચિત્ર સ્પર્ધામાં શ્રી સરસ્વતી વિદ્યામંદિર શાળાની વિદ્યાર્થિની પ્રથમ ક્રમે વિજેતા

તારીખ ૦૪/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ની ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની વરિયા ક્રિશા સુરેશભાઈ ગતરોજ 3 સપ્ટેમ્બરના રોજ કાલોલ તાલુકાના અડાદરા ની શ્રી.એમ.આર.હાઈસ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં ‘અ વિભાગ’માં પ્રથમ ક્રમે વિજેતા થઈ શાળાનું નામ રોશન કરેલ છે જે બદલ શાળાના આચાર્ય સાથે શિક્ષકગણ સહિત પરિવાર દ્વારા અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.






