ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે આગામી આવનાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ ના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાય રહે અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે શિનોર પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ની અધ્યક્ષતામાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફ્લેગમાર્ચ સાધલી નગરના અલગ અલગ વિસ્તારમાં યોજાઈ હતી.જેમાં ડભોઇ DYSP આકાશ પટેલ,કરજણ CPI એલ.બી.તડવી,શિનોર PSI આર.આર.મિશ્રા અને પોલીસ જવાનો સહિત જિલ્લા LCB,SOG પોલીસની ટીમો જોડાઈ હતી.