GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

 Halvad:હળવદના ટીકર ગામે વાડીમાં ઢોર બહાર કાઢવાનું કહેતા યુવાન તેના ભાઈ ઉપર બે શખ્સોએ હુમલો કર્યો 

 

Halvad:હળવદના ટીકર ગામે વાડીમાં ઢોર બહાર કાઢવાનું કહેતા યુવાન તેના ભાઈ ઉપર બે શખ્સોએ હુમલો કર્યો  :રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ

 

 

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને ટીકર ગામની સીમમાં વાડી ધરાવતા રોનકભાઇ શશીકાંતભાઇ ચાવડા ઉવ.૨૧ ગઈકાલ તા.૨૪/૦૭ના રોજ રોનકભાઈ અને તેમના ભાઈ પોતાની વાડીએ હોય તે દરમિયાન હળવદમાં રહેતા રાયમલભાઇ રાણાભાઇ ભરવાડ તથા મહાદેવભાઇ અરજણભાઇ ભરવાડના ઢોર રોનકભાઈની વાડીની વાડ ઉપર આવી જતા જે ઢોરા બહાર કાઢવાનુ કહેતા બંને આરોપીઓને સારૂ નહી લાગતા વાડીમાં પ્રવેશ કરી રોનકભાઈ અને તેના ભાઈને ગાળો આપી ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી બંને આરોપીઓએ વારાફરતી રોનકભાઈ અને તેના ભાઈને લાકડી મારી હતી. જેમાં બંને ભાઈઓને શરીરે મૂંઢ ઇજા અને રોનકભાઈની માથાના ભાગે ફૂટ થઈ હતી ત્યારે બનાવ બાબતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!