વઢવાણ દોદરકોઠાથી શિયાણીપોળ તરફનો રસ્તો બિસમાર બનતા લોકોમાં રોષ ફેલાયો
મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા આ રસ્તાનું નિરિક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઊઠી
તા.22/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા આ રસ્તાનું નિરિક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઊઠી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના દોદરકોઠાથી શિયાણીપોળ તરફનો રસ્તો બિસમાર બના લોકોમાં રોષ ફેલાયો છે લાઈન લીકેજથી પાણી અને રસ્તા પરના ખાડાઓના કારણે હવે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો દર 15 મિનિટે સર્જાતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે ખાડાઓના કારણે હવે સાઇકલ તેમજ બાઇક સવારો પણ પડવાના બનાવો વધી રહ્યા છે વઢવાણ શહેરના નવાદરવાજા તરફના રસ્તા પરના ખાડાઓનો તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ઉકેલ ન કરતા લોકો પરેશાન બની ગયા છે ત્યારે વઢવાણ શહેરમાં ધોળીપોળથી લઇને શિયાણીપોળ સહિતના રસ્તા પર દર પાણીના વારે તેમજ ગટરના લીકેજ પાણીથી ગંદા પાણી ફરી વળતા વાહન ચાલકો, રાહદારીઓ, દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્તાનું ધોવાણ થતા ઠેર ઠેર નાના મોટા ખાડાઓ સાથે રસ્તા પર ખાડારાજ સર્જાતા લોકોમાં રોષ ફેલાયો છે આ રસ્તો શહેરનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ-રાત મોટી સંખ્યામાં વાહન પસાર થઇ રહ્યા છે પરંતુ છેલ્લાં એક માસથી આ રસ્તો ખાડા સાથે બિસમાર બની ગયો છે આ રસ્તાની બંને બાજુઓ ઉપર 100થી વધુ મકાનમાં રહીશો રહે છે આ રસ્તા પર જ મસમોટા બે વળાંક આવે છે જેમાં એક તો દોદરકોઠા પાસે અને બીજો શિયાણી પોળના દરવાજા સામે જ પરિણામે મોટા વાહનો એકબીજા સામસામે આવી જતા અને ખાડાઓના કારણે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે આ રસ્તા પર કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા આ રસ્તાનું નિરિક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઊઠી છે દોદરકોઠાથી લઇને શિયાણીપોળ તરફ અંદાજે 500થી વધારે ફૂટનો રોડ આવેલો છે આ રોડ પર દૈનિક શાળા, કોલેજે જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહનચાલકો આવજા કરે છે આ રસ્તાની બંને સાઇડો પર ફૂટપાથ જેવું કાંઇ નથી ખૂલ્લી ગટરો હતી તેના પર જ જે જગ્યાઓ ઢાંકેલી છે તેના પર લોકો ચાલી રહ્યા છે.