દેવગઢ બારીયા તાલુકાના આંગણવાડીના બહેનોએ Take Home Ration પ્લાન્ટની મુલાકાત લીધી

તા.૨૭.૦૩.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya:દેવગઢ બારીયા તાલુકાના આંગણવાડીના બહેનોએ Take Home Ration પ્લાન્ટની મુલાકાત લીધી
દેવગઢ બારીઆ તાલુકાના ૧૦૦ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા THR (Take Home Ration) ના પ્લાન્ટની મુલાકાત કરવામાં આવી હતી. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્ર મારફતે લાભાર્થીઓને પુરક આપવામાં આવે છે, જેમાં દર મહિને ટેક હોમ રાશનના પેકેટનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત સગર્ભા ઘાત્રી માતાને દર મહિને માતૃશકિતનાં ૪ પેકેટ, ૧૪ થી ૧૮ વર્ષની કિશોરીઓને પુર્ણાશકિતનાં ૪, પેકેટ ૬ માસ થી ૩ વર્ષ નાં બાળકોને બાલશકિતનાં ૧૦ પેકેટ અને ૩ વર્ષ થી ૫ વર્ષ નાં અતિકુપોષિત બાળકોને બાલશકિતના ૪ પેકેટ આપવામાં આવે છે. આ ટેક હોમ રાશન મેળવવા માટે લાભાર્થીએ પોતાનું નામ આંગણવાડી કેન્દ્રમાં નોધાવવુ પડે છે. ત્યારબાદ જ તેઓને ટેક હોમ રાશનનો લાભ મળે છે. આ ટેક હોમ રાશનનું ઉત્પાદન અમુલ ડેરી દ્વારા કરવામાં આવે છે. જેમાં સુક્ષ્મ પોષકતત્વો પણ ઉમેરવામાં આવે છે. જેથી બાળકો, સગર્ભા, ઘાત્રી માતા, કિશોરીઓના પોષણસ્તરમાં સુઘારો આવી શકે. આથી, આ ટેક હોમ રાશનનું જે સ્થળે ઉત્પાદન થાય છે તે સ્થળની મુલાકાત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા કરવામાં આવી હતી. જેથી તેઓના ટેક હોમ રાશન અંગેના જ્ઞાનમાં પણ વઘારો થાય અને તેઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે કે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે અને પોતાના પોષણ સ્તરમાં સુઘારો કરી શકે



