લાભ ઇવેન્ટ્સ ગ્રુપ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર ખાતે રહેતા કાળજી અને રક્ષણવાળા બાળકોને ડબલ ડોર નું ફ્રીજ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી
20 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
લાભ ગ્રુપ આયોજિત લાભ ઇવેન્ટ્સ દ્વારા રાજવી ફાર્મ જગાણા ખાતે તા.15 ઓક્ટોબર 240ના રોજ અનાથ બાળકોના લાભાર્થે શરદોત્સવ કાર્યક્રમ બાળ કલ્યાણ સમિતિ, બનાસકાંઠાના ચેરમેનશ્રી ની પ્રેરણાથી યોજવામાં આવેલ જે અનુસંધાને આજે લાભ ઇવેન્ટ્સ ના આયોજકો દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને L.G કંપની નું 340 લીટર નું મોટું ડબલ ડોર નું ફ્રીઝ રૂપિયા 47000+21000 (શૈક્ષણીક કીટ) કુલ મળી રૂપિયા 68000/ની વસ્તુઓ ભેટ આપેલ તેમજ આ પ્રસંગે લાભ ઇવેન્ટ્સના મિત્રોની ટીમ, બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠાના ચેરમેનશ્રી જયેશભાઈ દવે,પાલનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંપકભાઈ લીમ્બાચીયા,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી આશિષભાઈ જોષી,ડીઈઓ કચેરીના સિનિયર ક્લાર્ક શ્રી કમલેશભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ દવે એ લાભ ઇવેન્ટ્સ ના સર્વે મિત્રોનો હૃદય પૂર્વક આભાર માની લાભ ઇવેન્ટ્સના સર્વે મિત્રોને આભાર પત્ર આપેલ આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંપકભાઈ લીમ્બાચીયા અને ડીઈઓ કચેરીના સિનિયર ક્લાર્ક શ્રી કમલેશભાઈ ગોહિલ નું પણ સાલ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું.