KUTCHMUNDRA

ધ્રબ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન: ૧૫૮ દર્દીઓએ લીધો લાભ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ધ્રબ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન: ૧૫૮ દર્દીઓએ લીધો લાભ

 

ધ્રબ (કચ્છ): તા. ૧૫/૦૨/૨૦૨૬

તુર્ક મેડિકલ ટ્રસ્ટ-ધ્રબ સંચાલિત સાર્વજનિક ધ્રબ હોસ્પિટલ ખાતે આજે માનવતાના અભિગમ સાથે એક નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કચ્છના નામાંકિત નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી, જેમાં વિવિધ રોગોથી પીડાતા કુલ ૧૫૮ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલસત્તારભાઈ દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી રફીકભાઈ તુર્ક તથા સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા કેમ્પમાં સેવા આપનાર તમામ તબીબોનું સાલ અને પુષ્પગુચ્છથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઓર્થોપેડીક નિષ્ણાંત ડૉ. સુરેશ વી. રૂડાણી, ગાયનેક ડૉ. પન્નાબેન રૂડાણી, સ્પાઈન સર્જન ડૉ. ઋષિ સોલંકી, પેટના રોગોના નિષ્ણાંત ડૉ. કર્તવ્ય પટેલ, ડેન્ટલ સર્જન ડૉ. પ્રણવ માણેક, જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. તેજ રૂડાણી, ENT સર્જન ડૉ. રશ્મિ સોરઠિયા, જનરલ ફિઝિશિયન ડૉ. સાજીદ હિંગોરા અને ગાયનેક ડૉ. હિમજા દત્તા વગેરેની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે વિદેશોમાં પણ ખ્યાતનામ એવા ડેન્ટલ સર્જન ડૉ. પ્રણવ માણેકે અંજાર સ્થિત પોતાના ક્લિનિકનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા દર્દીઓ પણ સરળતાથી સારવાર મેળવી શકે તે જ સાચો માનવ ધર્મ છે. ડૉ. સુરેશ રૂડાણીએ હોસ્પિટલની સ્થાપના કાળથી જ જોડાયેલા રહી ગામને એક પરિવાર ગણી સેવાની સરવાણી વહેતી રાખવા બદલ પ્રશંસા મેળવી હતી. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન અશરફભાઈ હુસેનભાઇ તુર્ક દ્વારા કરવામાં આવ્યું હતું.

કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ શ્રી રફીકભાઈ તુર્ક, ઉપપ્રમુખ નિઝામભાઈ તુર્ક, સિનિયર ટ્રસ્ટીઓ સર્વશ્રી હાજીહુશેન દાઉદ તુર્ક, હાજીહુશેન મીઠાણી, અબ્દુલ્લા મીઠાણી, સુલતાન ભાઈ તુર્ક, હાજી અબ્દુલરહીમ તુર્ક, યાકુબ અબ્દુલકરીમ તુર્ક, મજીદ આમદ તુર્ક, હુશેન ભેઘાણી તેમજ યુવા ટ્રસ્ટીઓ મન્સુરભાઈ તુર્ક, આશિફ તુર્ક, ઈરફાન ખાનાણી, સદામ મીઠાણી અને ઓસમાણ આગરિયાએ જહેમત ઉઠાવી હતી. જમાતના આગેવાનો ગનીભાઇ તુર્ક, હુસેનભાઇ તુર્ક, અબ્દ્વીમ તુર્ક, હાજી જુસબ તુર્ક, ઇસ્માઇલ તુર્ક, સિકંદર તુર્ક અને અબ્દુલકાદર તુર્ક પણ સહભાગી થયા હતા.

ધ્રબ પંચાયત વતી માજી ઉપસરપંચ ઈરફાન ભાઈ તુર્ક અને સભ્ય દાઉદભાઈ તુર્ક હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કાસમ ભાઈ સુમરા, હેતલબેન ઉમરાણીયા, નર્સિંગ સ્ટાફ સોના બેન સોધમ અને ચાંદની બેન થારું તેમજ સ્ટાફ મિત્રો સલીમ ભાઈ ખત્રી, સત્તાર ભાઈ, સોયેબ ભાઈ, રાજુ ભાઈ અને હુશેન હાલેપોત્રાએ સેવાઓ આપી હતી. વોલિંટીયર ટીમમાં મોબીન તુર્ક, રજાક સુમરા, જુનેદ તુર્ક અને સાદીયા તુર્કની મહેનતથી કાર્યક્રમ સંપન્ન થયો હતો તેમ હોસ્પિટલના મેનેજર શ્રી અસલમ ભાઈ તુર્કની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!