ANANDANAND CITY / TALUKOGUJARAT

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બોરીઆવી ખાતે મહીલા દિનની ઉજવણી કરાઈ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બોરીઆવી ખાતે મહીલા દિનની ઉજવણી કરાઈ

તાહિર મેમણ : 14/03/2024- બોરીઆવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સગર્ભા બહેનો માટે ગાયનેક કેમ્પ કરવામાં આવ્યો હતો.જેમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડો.દિપાલીબેન પટેલ ધ્વારા ૫૧ સગર્ભાઓની તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ માટે આપવામાં આવતી સેવાઓ જેવી કે સગર્ભા દરમ્યાન તપાસ, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ મળતી સહાય વિશે સમજ આપવામાં આવી હતી. જોખમી સગર્ભાની કાળજી વિષે આયુષ મેડીકલ ઓફીસર ડો જીગીષાબેન પારેખ ધ્વારા સમજ આપવામાં આવી હતી.

આ કેમ્પમાં લેબ ટેકનિશિયન સુનિલભાઈ પટેલ ધ્વારા ૪૦ જેટલી સગર્ભાના લોહી-પેશાબની તપાસ કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ના DHEW ટીમ દ્વારા મહિલાલક્ષી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ૧૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આર.બી.એસ.કે ડો પિનલબેન પ્રજાપતિ,સુપરવાઇઝર શ્રીમતી શરણબેન પટેલ, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડિસ્ટ્રીક્ટ મિશન કો- ઓર્ડીનેટર , જેન્ડર સ્પેશિયાલિસ્ટ તેમજ મેડીકલ સ્ટાફ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!