MORBI:મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
MORBI:મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં તારીખ 29 સપ્ટેમ્બરે ના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ- મોરબીનો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો. ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ- મોરબી દ્વારા 29 સપ્ટેમ્બર ને રવિવારના રોજ બપોરે ૩ કલાકે મોરબીના નવાડેલા રોડ પર જુના બસ સ્ટેશનની બાજુમાં આવેલી વિસાશ્રી વણિક જ્ઞાતિની વાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆત વડીલો અને ઉપસ્થિત અતિથિ દ્રારા દીપ પ્રાગટ્યથી કરવામાં હતી ત્યારબાદ પ્રાર્થના કરવા આવી હતી પ્રાર્થના કર્યા બાદ અષ્ટાદશ શ્લોકી ગીતા રજુ કરવામાં આવી. ત્યારબાદ સન્માન સમારોહમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ- મોરબીના ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વિ વિધાર્થીઓને રનિંગ શિલ્ડ,શિલ્ડ,ચાંદીનો સિક્કો, સ્ટેશનરી સહિતની વસ્તુઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય તમામ વિધાર્થીઓને સ્કૂલબેગ, ચોપડા સહિતની વસ્તુઓ આપીને સન્માનિત કરાયા હતા. ઇનામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના મોઢે સ્મિત જોવા મળ્યું હતું અને તેમને ઇનામ આપતી વખતે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ઈનામ મેળવવા માટે તમામ વિધાર્થી તથા વાલીઓએ હાજર રહ્યા હતાં. આ સાથે કેટલાય વિધાર્થીઓએ મોટીવેશન સ્પીચ પણ આપી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી.