KUTCHMUNDRA

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરાના મોટા કાંડાગરામાં વનીકરણનો શુભારંભ : મિયાવાકી પદ્ધતિથી ‘નંદનવન’અને ઓક્સિજન પાર્કનું નિર્માણ

વાત્સલ્યમ્ સમાચાર

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરાના મોટા કાંડાગરામાં વનીકરણનો શુભારંભ : મિયાવાકી પદ્ધતિથી ‘નંદનવન’અને ઓક્સિજન પાર્કનું નિર્માણ

 

• અહીં 6,000 થી વધુ વૃક્ષો વાવીને ઘટાદાર જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે

• પ્રોજેક્ટથી માત્ર ‘ઓક્સિજન પાર્ક’ જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન અને જીવંત ઇકોસિસ્ટમ પણ વિકસિત થશે

• 47 થી વધુ પ્રકારના ફૂલ-છોડ, વેલાઓ, ફળાઉ વૃક્ષો અને આયુર્વેદિક જડીબુટ્ટીઓનું વાવેતર કરી તેને ‘નંદનવન’ બનાવવામાં આવશે.

મુંદરા, તા. 5 :

પર્યાવરણીય સંરક્ષણ અને હરિયાળીના શુભ સંકલ્પ સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામમાં ઐતિહાસિક વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. અદાણી ફાઉન્ડેશન અને મુંદરા પેટ્રોકેમના સંયુક્ત ઉપક્રમે જાપાનીઝ ‘મિયાવાકી પદ્ધતિ’ દ્વારા અહીં 6,000 થી વધુ વૃક્ષો વાવીને ઘટાદાર જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી માત્ર ‘ઓક્સિજન પાર્ક’ જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન અને જીવંત ઇકોસિસ્ટમ પણ વિકસિત થશે.

આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા એ છે કે આધુનિક ટેકનોલોજી થકી વૈવિધ્યસભર વનસ્પતિ ઉગાડી જીવંત ઇકોસિસ્ટમ વિકસીત કરવામાં આવશે. 47 થી વધુ પ્રકારના ફૂલ-છોડ, વેલાઓ, ફળાઉ વૃક્ષો અને આયુર્વેદિક જડીબુટ્ટીઓનું વાવેતર કરી તેને ‘નંદનવન’ બનાવવામાં આવશે.જેમાં પીપળો, વડ, લીમડો જેવા છાયાદાર વૃક્ષો; આંબા, ચીકુ જેવા ફળદ્રુપ વૃક્ષો અને તુલસી, અરડૂસી જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે.

વૃક્ષોના ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે મિયાવાકી પદ્ધતિની સાથે ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિમાં સામાન્ય કરતા ૧૦ ગણી ઝડપથી વૃક્ષોનો વિકાસ થાય છે અને જંગલ ૩૦ ગણું વધુ ઘટાદાર બને છે. મુંદરા જેવા અર્ધ-શુષ્ક વિસ્તારમાં ઓછા સમયમાં ‘ગ્રીન કવર’ વધારવા માટે આ એકશ્રેષ્ઠ વિકલ્પ છે. ગ્રામજનોના સહયોગથી તૈયાર થતું આ ‘વૃક્ષ મંદિર’ પર્યાવરણ અને જૈવ વિવિધતાના જતન માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ અભિયાનમાં મોટા કાંડગરા ગામના સરપંચશ્રી, સહિત સ્થાનિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રુપ દ્વારા પર્યાવરણીય સુરક્ષા અને સસ્ટેનેબિલિટી (ટકાઉ વિકાસ) માટે અનેક નોંધપાત્ર પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માત્ર જંગલો પૂરતી મર્યાદિત નથી, પણ જમીનની ફળદ્રુપતા સાથે પણ જોડાયેલી છે. ફાઉન્ડેશન હજારો ખેડૂતોને રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે તાલીમ અને બિયારણ પૂરા પાડે છે.ગાયના છાણમાંથી બાયો-ગેસ અને ખાતર બનાવવાના પ્રોજેક્ટ્સથી ગ્રામીણ ઉર્જા અને પર્યાવરણ બંનેનું જતન થાય છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!