GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગરના ખેરાળી પાસેની નર્મદાની કેનાલમાં ટ્રેકટર ખાબકતાં પતિ પત્નીના મૃત્યુ.

મુખ્ય અને માઇનોર કેનાલ ફરતે કોઈ ફિનિશિંગની વ્યવસ્થા ન હોવાથી કેનાલોમાં આત્મહત્યા અને અકસ્માતના બનાવો વધ્યા.

તા.17/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુખ્ય અને માઇનોર કેનાલ ફરતે કોઈ ફિનિશિંગની વ્યવસ્થા ન હોવાથી કેનાલોમાં આત્મહત્યા અને અકસ્માતના બનાવો વધ્યા.


સુરેન્દ્રનગર જિલ્લાની દુધરેજ તેમજ અન્ય જગ્યાઓ પરથી પસાર થતી કેનાલોમાં રોજબરોજ મૃતદેહો મળી આવતા હોય છે અને સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમો દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવતા હોય છે ત્યારે છેલ્લા 180 દિવસમાં 27 લોકોના નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે મોત થયા છે ત્યારે સુરેન્દ્રનગરના ખેરાળી ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ટ્રેક્ટર સાથે દંપતી ખાબકયુ છે બંનેના મોત નીપજવા પામ્યા છે ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના એ જ ગામના ખેડૂત દંપતિ ખેતી કરવા જતા હતા તે દરમિયાન અચાનક ટ્રેક્ટરનું સ્ટેરીંગ લોક થઈ ગયું હતું અને ત્યારબાદ આ ટ્રેક્ટર રહે છે તે પાણી ભરેલી કેનાલમાં ખાબકીવું હતું અને બંને દંપતી ડૂબી ગયા હતા અને તેમના મોત નીપજવા પામ્યા છે ત્યારે મળતી વિગતો અનુસાર બાબુભાઈ તેમજ તેમના પત્ની અણસુંયાબેનનું મોત નીપજવા પામ્યું છે આ સંદર્ભ જોરાવરનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેની ડેડબોડીની શોધ ધોરણે હાથ ધરવામાં આવતા પ્રથમ પત્નીની ડેટબોડી બહાર આવી છે મૃતક દંપતીને બે સંતાન પણ છે અને ખેતી કામે જતા હતા તે દરમિયાન સ્ટેરીંગ લોક થઈ જતા ટ્રેક્ટર સાથે તે કેનાલમાં ખબકયા હતા બંનેના મોત નીપજવા પામ્યા છે આજ સંદર્ભે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવ્યું છે અને નર્મદાની કેનાલ બંધ કરવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ મુજબ જે પત્ની છે તેની ડેડબોડી મળી આવી છે અને પતિની ડેડબોડી હજુ પણ લાપતા છે ત્યારે મોટી સંખ્યામાં આ પ્રકારની ઘટના બન્યા બાદ સગા સ્નેહી જનો નર્મદાની કેનાલ ખાતે દોડી આવ્યા છે ત્યારે ઘટનાને લઇ અને સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા પણ ત્યાં ઘટનાની મુલાકાત લઈ અને પરિવારને સાંત્વના પાઠવિ છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર નર્મદાની કેનાલો જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ને આજુબાજુના લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે જે નર્મદાની કેનાલો આવેલી છે તેની ફરતે બે ફૂટ જેટલી પાડ્યો કરાવવામાં આવે અથવા તો ફિનિશિંગ કરાવવામાં આવે જેથી જે દુર્ઘટનાઓ બની રહી છે તે અટકે અને અકસ્માતો તેમજ અન્ય બનાવવામાં પણ જે લોકોના મોત નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી થઈ રહ્યા છે તેમને પણ બચાવી શકાય જે ઘટના બની છે નર્મદાની કેનાલમાં દંપતિનું ડૂબી જવાથી મોત નીપજવા પામ્યો છે હજી પત્નીની ડેટબોડી મળી છે પતિની શોધ પણ હજુ ચાલુ છે ત્યારે ટ્રેક્ટરનું સ્ટેરીંગ લોક થઈ ગયા બાદ આ પ્રકારની ઘટના બની હોવાનો પ્રાથમિક કારણમાં આજુબાજુના લોકો જણાવી રહ્યા છે 20 ફૂટ પાણીથી ભરેલી કેનાલમાં ટ્રેક્ટર પડ્યું તેને લઈને પતિ બાબુભાઈ તેમાં તેમના પત્ની અનસુયાબેન પાણીમાં ઘરકાવ બન્યા અને બંનેના મોતની નિપજ્યા હજુ ફાયર બ્રિગેડની ટીમ એક ડેટ બોડી શોધી રહી છે પત્નીની ડેટબોડી મળી આવી છે તેમને પીએમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે જોકે પરિવાર આ ઘટનાને લઇ શોકમગ્ન બન્યો છે મૃદુતક દંપતીને સંતાનમાં બે બાળક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જોકે સ્થાનિક પ્રશાસન વિભાગ અને ધારાસભ્ય દ્વારા શાંતવના પાઠવવામાં આવી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!