
રિપોર્ટ: યશ માંકડ, પ્રતીક જોશી
તારીખ ૦૪-૦૪-૨૦૨૬
ભુજ, શનિવાર:
દેશની આંતરિક સુરક્ષા માટે વ્યુહાત્મક રીતે અતિ સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડવાની કોશિશ કરતા ત્રણ શખ્સોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) દબોચી લીધા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધિત ‘નોટિફાઇડ એરિયા’માં કોઈપણ પરવાનગી વિના ઘૂસણખોરી કરનાર આ શખ્સો વિરુદ્ધ પોલીસે કાયદેસરનો સકંજો કસ્યો છે.કચ્છ જીલ્લો દરીયાઇ અને જમીન રીતે આંતરરાસ્ટ્રીય સરહદ ધરાવે છે તે સાથે દેશની આંતરીક સુરક્ષાનું વ્યુહાત્મક મહત્વ પણ અવ્વલ સ્થાને છે. જેની ગંભીરતાને ધ્યાને લઇ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિદ્ધ કરી કચ્છ જીલ્લાના અમુક વિસ્તારને ચુસ્ત પ્રતિબંધિત વિસ્તાર (નોટીફાઇડ એરીયા) તરીકે જાહેર કરવામા આવેલ છે. તેમજ આવા નોટીફાઇડ એરીયામાં જતા પહેલા અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી જરૂરી બને છે,
કામગીરી દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમોની હલનચલન પ્રવતબંધીત કચ્છ જીલ્લાના નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પ્રતિબંધિતવિસ્તારમાં આવતા બી.એસ.એફ. કેમ્પ વિસ્તારમાં જોવામા આવેલ હોવાની હરકત અન્વયે જરૂરી તપાસ કરી મજકુર (૧) રોહીત કુમાર સંતોષ મોદી રહે- જી.કોડરમા રાજ્ય-ઝારખંડ (૨) અંકિત કમલેશ તિવારી રહે.- જી.પ્રતાપગઢ રાજ્ય ઉત્તરપ્રદેશ (૩) અભિષેકકુમાર રવીન્દ્ર સિંઘ રહે.- જી. પૂર્વીચંપારણ રાજ્ય-બિહાર) વાળાઓને હસ્તગત કરી પુછપરછ કરતા તેણે કચ્છ જીલ્લાના નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પ્રવતબંધીત વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરેલ હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમોને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છ જીલ્લાના અમુક વિસ્તારો પૈકી નારાયણ સરોવર પો.સ્ટે.ના બી.એસ.એફ. કેમ્પ વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટીફીકેશનનો ભંગ કરેલ હોય જેથી મજકુર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાયયવાહી કરવામાં આવી છે.
BSF કેમ્પ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ ટ્રેસ થઈ :
નારાયણ સરોવર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પ્રતિબંધિત બી.એસ.એફ. કેમ્પ વિસ્તારમાં ત્રણ અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ બાબતની ગંભીરતા પારખીને એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણેય ઇસમોને હસ્તગત કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ શખ્સોએ સુરક્ષાના નિયમોને નેવે મૂકી, સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા વગર જ આ સંવેદનશીલ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.
પોલીસની કડક કાર્યવાહી:
બોર્ડર રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની કડક સૂચના બાદ, સરહદી વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પો.સ.ઈ. એમ.એચ. શીણોલ, એ.એસ.આઈ. વિકેશભાઇ રાઠવા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી અને વિરમભાઇ ગઢવી જોડાયા હતા. ગૃહ મંત્રાલયના જાહેરનામાનો ભંગ કરનાર આ તત્વો સામે કાયદાકીય રાહે કડક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવાની હિંમત ન કરે.



