KUTCHMUNDRA

મુન્દ્રા સી.એસ.એફ.ખાતે રક્તદાન શિબિર યોજાઈ – 70 લોકોએ કર્યું રક્તદાન 

11-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મારવાડી યુવા મંચ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને અદાણી હોસ્પિટલના સહયોગથી યોજાઈ રક્તદાન શિબિર

મુન્દ્રા કચ્છ :- મારવાડી યુવા મંચ મુન્દ્રા પોર્ટ શાખા અને રોટરી ક્લબ ઓફ મુન્દ્રા કોર્પોરેટના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મુન્દ્રા સી.એફ.એસ. ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને અદાણી (જી. કે. જનરલ) હોસ્પિટલ બલ્ડ બેંકની ટીમના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 લોકોએ તેમનું અમૂલ્ય રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓ અને બ્લડ બેંકના તમામ ડોકટરો અને નર્સોનું પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.મુન્દ્રાના ઔદ્યોગિક વિસ્તારમાં સામાજિક ઉત્તર દાયિત્વના ભાગરૂપે જનકલ્યાણની ભાવનાથી યોજવામાં આવેલ રક્તદાન શિબિરની શરૂઆત સી.એફ.એસ.ના માલિક નવજીતસિંહ ગરેવાલ દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી કોર્પોરેટના પ્રમુખ કેપ્ટન રોહિત બત્રા, મારવાડી યુવા મંચ મુન્દ્રા પોર્ટ શાખાના પ્રમુખ સુધેશ બોલા, મંત્રી રાજકુમાર શર્મા, ઉપપ્રમુખ જાબરમલ ચૌધરી અને પંકજ જૈન, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી મુન્દ્રા શાખાના પ્રેસિડેન્ટ સચિન ગણાત્રા, હાર્દિક ગણાત્રા, કિશન જોબનપુત્રા, રોહિત જાડેજા, સચિન ડાંગી, દેવરાજ, સત્યવાન, મહિન્દ્રાજી, રાજેન્દ્ર ગુર્જર, સુરેન્દ્રજી વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મારવાડી યુવા મંચ, રોટરી કોર્પોરેટની ટીમ અને મુન્દ્રા સી.એફ.એસ.ની ટીમે જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!