ભરૂચ : IBF સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં બી.કે પટેલે મેળવી ઝળહળતી સિદ્ધિ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના યુવાને મેળવી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં સિદ્ધિ, IBF સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં મેળવી સિદ્ધિ, દક્ષિણ ગુજરાતના 350 ખેલાડીઓએ લીધો હતો ભાગ, બી.કે પટેલે ટોપ-5માં મેળવ્યું સ્થાન, વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપીને કરાયા સન્માનિત
ભરૂચના યુવાને બારડોલી ખાતે યોજાયેલ IBF સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. બારડોલી રોડ સ્થિત કચ્છી પટેલની વાડીમાં યોજાયેલી IBF સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભરૂચના યુવા ખેલાડીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી 350થી વધુ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધામાં ભરૂચના બી કે પટેલ ઉર્ફે પ્રતીકે મેન ફિઝિક્સ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ટોપ-5માં સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે.
આ પ્રસંગે આયોજકો દ્વારા આમંત્રિત વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.આ સિદ્ધિ પ્રાપ્ત કરીને બી.કે પટેલે સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.