GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

માહિકો કંપની પાસે મોટરસાયકલ ને પાછળથી ટક્કર મારી 3 ને ઈજાઓ પહોંચાડતા કાર ચાલક સામે ફરિયાદ

 

તારીખ ૨૧/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ રયજીભાઈ ઓડ દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની પત્ની સજ્જનબેન સાથે તેઓનો પુત્ર મુકેશ અને પૌત્ર આદિત્ય મોટરસાયકલ લઈને ગોધરાથી કાલોલ આવતા હતા ત્યારે માહિકો કંપની પાસે હાઈવે પર ફોર વ્હીલ કાર ચાલક જીજે૦૯બી ઈ ૪૮૩૭ ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને પાછળ થી ટક્કર મારતા ત્રણેવ ઈસમો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જે અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!