TANKARA:ટંકારા ની ગાયત્રીનગર પ્રા. શાળામાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા સેમિનાર યોજાયો

TANKARA:ટંકારા ની ગાયત્રીનગર પ્રા. શાળામાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા સેમિનાર યોજાયો
તા.૦૯/૦૮/૨૪ ના રોજ ટંકારા તાલુકા ની ગાયત્રીનગર પ્રા. શાળામાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ રશ્મિબેન વિરમગામા દ્વારા લિંગ સંવેદનશીલતા સપ્તાહ અંતર્ગત શાળા પરિવારના શિક્ષકોને બાળક જ્યારે સ્કૂલમાં પ્રવેશ મેળવે ત્યારથી શાળામાં અભ્યાસ પૂર્ણ કરી શાળા છોડે ત્યાં સુધીના સમય દરમિયાન શરીરમાં થતા શારીરિક ફેરફારો તથા બાળકોને લિંગ સંવેદનશીલ વિશે અભ્યાસ ની સાથે સમજાવવા પહેલ કરી તથા બાળકના જીવનમાં શિક્ષકનો સિંહફાળો હોય છે તે માટે શાળા ની દીકરીઓ કે એમની માતાઓને કોઈ યોજનાકીય, ઘરેલુ હિંસા કે જાતિય સતામણી જેવા પ્રશ્નો ધ્યાને આવે તો સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન,મહિલા અને બાળ વિકાસ વિભાગ મોરબીની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું, તથા આ વાત સાંભળી સૌ શાળા પરિવારના શિક્ષકો સહમતી જતાવી હતી ટંકારાની કુમારશાળા તથા કન્યા શાળાના આચાર્યશ્રીઓ પણ હાજર રહેલ હતા અને આચાર્યશ્રી રસિક ભાગ્યા દ્વારા જેન્ડર સ્પેશિયાલિસ્ટનો આભાર વ્યક્ત કરેલ હતો.






