KUTCH

ક્ષત્રીય સમાજની ગુજરાતભરની ૫૦ ટીમોને સાંકળતી ક્રિકેટ ટુર્નામેન્ટ ભુજમાં

કરણી સેના દ્વારા આયોજીત ટુર્નામેન્ટમાં કાર અને બાઈક સહિતના પ્રોત્સાહન ઈનામોની વણઝાર

 

સ્ટોરી : બિમલ માંકડ

“કરણી સેના દ્વારા આયોજીત ટુર્નામેન્ટમાં કાર અને બાઈક સહિતના પ્રોત્સાહન ઈનામોની વણઝાર”

Related Articles

ભુજ : સમગ્ર ગુજરાતના ક્ષત્રીય ખેલાડીઓને સાંકળતી ક્રિકેટ ટુર્નામેન્ટ શનિવાર તા.૧૬/૦૩ થી ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડમાં શરૂ થવા જઈ રહી છે. કચ્છની ૨૨ અને અન્ય જિલ્લાઓમાંથી ૨૮ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

વીસ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટનું આયોજન કરણી સેના દ્વારા કરવામાં આવ્યું છે. સમાજમાં એકતા અને ખેલદિલી બની રહે તે ઉમદા હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓને કાર અને બાઈક સહિતના પ્રોત્સાહક ઈનામોની જાહેરાત કરવામાં આવી છે. ક્ષત્રીય સમાજના ઉત્કર્ષ માટે હંમેશા અગ્રેસર રહેતા મહારાણી પ્રીતિદેવી ટુર્નામેન્ટના મુખ્યદાતા છે. ટુર્નામેન્ટ માટે મેળવેલ ફંડની શેષ રકમ કન્યા છાત્રાલયને આપવાનો ઉમદા નિર્ણય આયોજકો દ્વારા લેવાયો છે.

‘ચાર સર્ટિફાઈડ એમ્પાયરો અને ત્રણ લાઈવ કેમેરા નિર્ણય બનાવશે સચોટ’

આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં ટ્રોફીઓ નિદર્શન માટે ખુલ્લી મુકવામાં આવી હતી. ફાઈનલ મેચમાં કરણી સેનાની રાષ્ટ્રીટ ટીમ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ આવનારા સમયમાં રાષ્ટ્રીયસ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવાની તૈયારી શ્રી રાજપૂત કરણી સેનાએ બતાવી છે તેવું પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!