GUJARATSURENDRANAGARWADHAWAN

અમેરીકાના પાટનગર વોશિંગ્ટન DCમાં આવેલી ઈન્ડીયન એમ્બસીમાં ભારતના એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથમનાં વરદહસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન

તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અમેરીકાના પાટનગર વોશિંગ્ટન DC સ્થિત ઈન્ડીયન એમ્બસી ખાતે ભારતના એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથમના વરદહસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન થયું આ પ્રંસગે First secretary શ્રી જીગરભાઈ રાવલ અને મંત્રીશ્રી જગમોહનજી અને એમ્બસીસ્ટાફ હાજર રહ્યો હતો ભારતથી આવેલા કલાકારનું અમેરિકાના પાટનગરમાં આવેલા ભારતીય રાજદુત ભવનમાં સન્માન થાય એના સાક્ષી બનવા માટે અમેરીકા સ્થિત વિવિધ ક્ષેત્રના આશરે ચાલીસ જેટલાં સ્વનામધન્ય અને રાષ્ટ્રપ્રેમી ગુજરાતીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કિરીટ ઉદેશી, જયેશ જાની, અલ્પેશ પટેલ, રમેશ કોટડીયા, પ્રણવ અમીન, શક્તિસિંહ મોરી, નલિનીબેન દેસાઈ, શરદ દોશી, મિહિર ખોના વગેરે ખાસ સાક્ષી થયા હતા.

Back to top button
error: Content is protected !!