
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા માટે પ્રારંભ થયેલી પદયાત્રાઓમાં સાવચેતી અને સલામતીના ભાગરૂપે મહેસાણા જિલ્લાના પદયાત્રીના રસ્તાઓમાં સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કચેરી દ્વારા મહેસાણા જિલ્લાની હદમાંથી વસઈ, વિસનગર ,વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના માર્ગો પર જતા પદયાત્રીઓ માટે સ્વચ્છતા અને સાવચેતીની પૂરેપૂરી સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય છે. આ માટે વિજાપુરથી વિસનગર , ઊંઝાથી વિસનગર, મહેસાણા થી વિસનગર તેમજ અંબાજી તરફ જતા દરેક માર્ગોમાં સ્વચ્છતા અભિયાન ઉત્સાહભેર સ્વચ્છતા કર્મીઓ દ્રારા કરવામાં આવી.





