વિજાપુર લાડોલ ગામના યુવકના માતાએ કરેલી અરજી બાબતે સમાધાન માટે મોબાઈલ કરી ધમકી આપતા ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકના લાડોલ ગામના હાલ મહેસાણા રહેતા યુવકના પિતાએ કરેલ ખોટા પેઢીનામા બાબતે યુવકના માતાએ કરેલી અરજી પરત લેવા સમાધાન માટે વસઇ ગામના યુવકે મોબાઈલ કરી ધમકીઓ આપતા યુવકે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ લાડોલ ગામના હાલ મહેસાણા રહેતા તન્મય પ્રવીણભાઈ પટેલની માતાએ બે લગ્ન કર્યા હતા. જેમાં પ્રથમ પતિ નરેશભાઈ પટેલ થી તન્મય નો જન્મ થયો તેના જન્મ બાદ છૂટાછેડા લઈ બીજા લગ્ન લાડોલ ગામે પ્રવીણ ભાઈ પટેલ સાથે થયા હતા પોતાના પિતા વિરુધ્ધ ખોટુ પેઢીનામું કર્યા હોવાની અરજી સ્વરૂપે ફરીયાદ કરેલ જેના સમાધાન માટે વસઇ ગામના ચંદ્રેશ ભાઈ પટેલે મોબાઈલ કરી જાન થી મારી નાખવાની ધમકી ઓ તેમજ ગાળો બોલી દાંત પાડી નાખવા ની ધમકી આપતા તન્મય પટેલે મોબાઈલ કોલ રેકોર્ડિંગ સહીત પુરાવા રજૂ કરી ચંદ્રેશ પટેલ વસઇ વાળા સામે લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.