DAHODGUJARAT

દાહોદ તાલુકાના એક ગામમાંથી બિનવારસી મહિલા મળી આવતા સહી સલામત દીકરી ને પરિવાર પાસે પહોચાડતા ૧૮૧ અભયમ દાહોદ

તા.૧૮.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના એક ગામમાંથી બિનવારસી મહિલા મળી આવતા સહી સલામત દીકરી ને પરિવાર પાસે પહોચાડતા ૧૮૧ અભયમ દાહોદ

દાહોદ તાલુકાના એક ગામમાંથી જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ પર ફોન કરીને જણાવેલ કે તેઓને એક બિનવારસી મહિલા મળી આવી છે તેમ જણાવતાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દાહોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને વાતચીત કરતા તે પીડિતા જણાવતાં હતા કે તેઓના લગ્ન થઈ ગયેલ છે અને ત્રણ બાળકો પણ છે પરંતુ પતિ તે બાળકોને લઈને જતા રહેલ છે અને પતિનો કે સંપર્ક નથી અને તે મારા પતિ મારી સાસરીમાં રહેતા નથી તેઓ તેના મામાના ઘરે રહે છે જેથી હું પતિ અને બાળકોને શોધવા માટે આવી છું તેમ જણાવેલ અને આ પીડિતાએ આપેલ પરિચય મુજબ ટીમ દ્વારા પિતાનો મોબાઈલ નંબર મેળવી પિતા જોડે ટેલિફોનીક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હા મારી દીકરી છે જેથી પીડિતાને પરત માતા પિતા પાસે લઈ ગયેલ અને માતા પિતા જોડે આ ઘટના બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે થોડા અંશે માનસિક અસ્થિર હોય અને મનોચિકિત્સક ની દવા પણ ચાલે જ અને તેઓના છૂટાછેડા કરાવેલ છે કોઈ બાળક કે પતિ હાલ નથી એ આવી રીતે બોલ્યા કરે છે અને ઘરેથી પણ કોઈને કીધા વગર નીકળી જાય છે તેમ જણાવતાં ટીમ દ્વારા આ પીડિતાને સંભાળવા અને મનોચિકિત્સક પાસે સારી સારવાર પણ કરાવવા જણાવ્યું હતું અને દીકરી અને માતા પિતાના આધાર પુરાવાની તપાસ કરી માતા પિતાનું નિવેદન લઈને દીકરી સહીસલામત માતા પિતાને સોંપતા માતા પિતાએ ૧૮૧ અભયમ ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ

Back to top button
error: Content is protected !!