DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામે નકલી દવાખાનું ચાલતુ હોવાનો ઘટસ્પોટ

તા.14/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર કર્યો વિડિયો વાયરલ.

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના જેસડા ગામે નકલી MBBS ડોકટર દ્રારા ડીગ્રી વગર લોકોની સારવાર કરી રહ્યા છે હાલ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર દ્વારા નકલી ટોલનાકુ, નકલી કચેરી, નકલી એમએલએ, નકલી પી.આઈ, સહિતના નકલી લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે ગેરકાયદે નકલી ડીગ્રી વગરના ડોકટર દ્રારા દરરોજ જેસડા ગામે રહેણાંક મકાનમાં હોસ્પિટલ ખોલી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે જેમાં હિન્દી ભાષી ડોક્ટર દ્રારા ડીગ્રી ન હોવા છતાં લોકો દાખલ, ઇન્જેક્શન, તેમજ હાઈ પાવરની દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેણાંક મકાનને ચાલતું નકલી હોસ્પિટલ સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા ક્યારે ઝડપી પાડવામાં આવે છે તે એક તપાસનો વિષય છે આ નકલી હોસ્પિટલ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હીરામણીને મૌખિક રજૂઆત કરતા હીરામણીએ જણાવેલ કે અગાઉ બે વખત ત્યાં તપાસ કરવામાં આવી હતી પરંતુ ત્યાંના રાજકીય લોકો દ્વારા અમોને પીછેહટ કરી તપાસ અધુરી રહી હતી જો સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવશે તો જરૂર હુ તાલુકા હેલ્થ ઓફિસર ડો.હિરામની ફરિયાદી બની અને તેઓની વિરૂદ્ધમા કાર્યવાહી કરીશું તેમ જણાવવામાં આવ્યું હતું ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર દ્રારા તપાસની ખાત્રી આપી હતી અને હવે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્રારા ધ્રાંગધ્રાના જેસડા ગામે ચાલતા નકલી હોસ્પિટલ ને ઝડપી પાડવા કેવા પ્રકારના પગલાં ભરે છે તે હવે જોવાનુ રહ્યું?

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!