BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં શ્રાવણના અંતિમ દિવસે મેઘગર્જના સાથે આભમાંથી મુશળધાર જળાભિષેક, આજે ઓરેન્જ અને કાલે રેડ એલર્ટ

બે દિવસ એલર્ટ વચ્ચે ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી વરસતા માર્ગો પર ઠેર ઠેર ભરાયા પાણી
બપોર બાદ એકા એક ભારે વરસાદ વરસી પડતા ગણેશ આયોજકોમાં દોડધામ મચી
ભરૂચ જિલવાસીઓએ કામ વગર બિન જરૂરી બહાર નહિ નીકળવા કલેકટરની અપીલ

ભરૂચમાં સોમવારે શ્રાવણના અંતિમ દિવસે જાણે મેઘરાજા સ્વંય અભિષેક કરવા ઉમટી પડ્યા હોય તેમ મેઘગર્જના સાથે વરસી પડતા જોત જોતામાં ઠેર ઠેર પાણી પાણી કરી દીધું હતું.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લેતા પ્રજા અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના વિરામ ઢાઢરના પુરના પાણી ઓસરવા વચ્ચે તડકો નીકળતા સાફ સફાઈ, દવાનો છંટકાવ અને બિસમાર માર્ગો પર ગાબડા પુરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

સોમવારે પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જાણે આભમાંથી ભોળા શંભુને જળ દેવતા જળાભિષેક કરવા ઉમટી પડ્યા હોય તેવો માહોલ સર્જી દીધો હતો. મેઘ ગર્જના અને કાળા ડિબાંગ વાદળોની ભરૂચમાં ફોજ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જોત જોતામાં માર્ગો અને વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા સાથે વાહન ચાલકોની હાલાકીનો પર રહ્યો ન હતો.

મંદિરોમાં દર્શનાર્થે ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ ભારે વરસાદમાં ભીંજાય ગયા હતા. તો ગણેશ મંડળના આયોજકોની મુશ્કેલીઓનો પાર રહ્યો ન હતો. ભરૂચમાં બપોરે 2 થી 4 કલાકમાં 16 મિમી વરસાદ નોંધાયો હતો.

મૌસમ વિભાગ દ્વારા ભરૂચમાં સોમવારે ઓરેન્જ જ્યારે મંગળવારે રેડ એલર્ટ અપાયું છે. અત્યાર સુધી મૌસમનો 125 ટકા વરસાદ જિલ્લામાં ખાબકી ચુક્યો છે ત્યારે ગણેશ શોભાયાત્રાના આયોજકો વિમાસણમાં મુકાઈ ગયા છે.

ભરૂચ જિલ્લા કલકેટરે બે દિવસ અતિભારે વરસાદની આગાહી ને લઈ જિલવાસીઓને કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરી છે.

રિપોર્ટર: સમીર પટેલ
ભરૂચ

Back to top button
error: Content is protected !!