અહેવાલ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ : પશ્ચિમ કચ્છ ભ્રષ્ટાચારના અજગર ભરડામાં ભરાયો હોવાના દ્રશ્યો આંખે ઉડીને વળગે છે. અધિકારીઓ અને પદધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે એ કેટલું યોગ્ય? પછી એ દબાણો હોય કે ટ્રાફિક સમસ્યા હોય કે રોડ રસ્તા કે પછી ઢોરોનો ત્રાસ બસ ભ્રષ્ટ લોકોને પોતાની વિટામીમ “એમ”ની ઉણપ પુરી કરવામાં વ્યસ્ત છે. સવાર પડે પોલીસ તંત્ર ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે કામગીરી કરે છે તે કાર્યવાહી સરાહનીય છે પરંતુ ભુજ શહેરમાં નાગરિકોના વાહનો પાર્ક કરવા ૩૬ પાર્કિંગ પલોટો ફાળવેલા છે તેમાંથી કેટલા ખુલ્લા છે..? અને કેટલા પાર્કિંગ પ્લોટોપર મોટા માથાઓના દબાણો છે એ બાબતે કેમ અધિકારીઓ વર્ષોથી મૌન ધારણ કર્યું છે..? કચ્છમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને કર્તવ્ય નિષ્ઠ કલેકટર આનંદ પટેલ આ પાર્કિંગ પ્લોટો મોટા-મોટા મગરમચ્છો દ્વારા કરવામાં આવેલ દબાણો ખુલ્લા કરાવીને ભુજના નાગરિકોને થઈ રહેલી પારાવાર મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવશે કે પછી ‘જૈશે થે’ જેવીજ સ્થિતિ રહેશે. પોલીસ તંત્ર ધમધોખ્યા તાપમાં ટ્રાફિકની કામગીરી કરીને શહેરના નાગરિકો અને પોલોસ કર્મીઓ વચ્ચે ખટાશ ઉભી થતી રહેશે. ખરેખર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ તંત્રની બેદરકારીઓ અને અણઆવડતનો તાગ મેળવવો હોય તો જરા શહેરમાં ફરીને વાસ્તવિકતા જાણવી જોઈએ. પોલીસના કર્મીઓ અને શહેરના નાગરિકોની કફોડી સ્થિતિ શું છે તે જાણવા મળશે આ માથાના દુખાવા સમાન રોની જટિલ સમસ્યાનું નિવારણ કરવું જોઈએ. શહેરના જે ૩૬ પાર્કિંગ પલોટો છે તેને ખુલ્લા કરાવવા જોઈએ ત્યારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આવેલા બસ સ્ટેશનને બંદ કરી દેવામાં આવ્યું છે. ખરેખર તેને ખુલ્લું કરવામાં આવે જેથી કરીને ગરમી અને વરસાદમાં નાના ભૂલકાઓ, વૃદ્ધ, અશકત અને મહિલા પ્રવાસીઓને યોગ્ય વ્યવસ્થા મળી શકે. જાગૃત લોકોમાં થઈ રહેલા ગણગણાટ અનુસાર ઉચ્ચ અધિકારીઓ અને પદઅધિકારીઓએ શહેરના નાગરીકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરીને ભ્રષ્ટ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.