KUTCHMUNDRA

ટીબી સામે જંગ લડવા ઝરપરાના આરોગ્ય કર્મચારીઓને તાલીમ બદ્ધ કરાયા.

૧૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાના આરોગ્ય તંત્રના પ્રયાસોના ભાગરૂપે તાલીમ અપાઈ.

ટીબી રોગ વારસાગત નથી, છતાં પણ એક જ પરિવારમાં વારંવાર ટીબીના કેસ જોવા મળે છે.

એક જ પરિવારમાં વારંવાર દેખાતા ચેપી ટીબીની સાંકળ તોડવા નવી સારવાર પધ્ધતિ સાથે આરોગ્ય તંત્ર મેદાને.

ત્રણ મહિનામાં ટીપીટી દવાના બાર ડોઝ આપવાથી સુષુપ્ત ટીબીગ્રસ્ત વ્યક્તિ 10 વર્ષ સુધી ભયમુક્ત રહી શકે છે.

માત્ર બે જ મિનિટમાં ઘર આંગણે પોર્ટેબલ એક્સ રે મશીન દ્વારા ટીબીનું સચોટ નિદાન કરવામાં આવશે.

મુન્દ્રા કચ્છ :- સદીઓ બદલાઈ હોવા છતાં મનુષ્ય આજે પણ ટીબી એટલે કે ક્ષય રોગની સામે ઝઝૂમી રહ્યો છે. ટીબીનો ઇતિહાસ મનુષ્યની ઉત્પત્તિ જેટલો જ જૂનો હોવાનું માનવામાં આવે છે આ રોગ વિકસિત દેશોમાં પણ ક્યારેય નાબૂદ થઈ શક્યો નથી ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના સપનાને સાકાર કરવાના પ્રયાસોના ભાગરૂપે તાજેતરમાં ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રુચિતાબેન ધુઆની અધ્યક્ષતામાં તમામ સુપરવાઈઝર, સી.એચ.ઓ., સ્ત્રી અને પુરુષ આરોગ્ય કાર્યકર અને આશા બહેનો માટે સી-19 નિદાન પધ્ધતિ અને ટી.પી.ટી. સારવાર પધ્ધતિ અંગે તાલીમ યોજવામાં આવી હતી.તાલુકા કાઉન્સીલર જયંતિભાઈ મહેશ્વરીએ ટીબી અટકાયત સારવાર પધ્ધતિ (ટીપીટી) અંગે વિગતવાર સમજણ આપતા જણાવ્યું હતું કે ચેપી અને બીનચેપી એમ બે પ્રકારનો ટીબી જોવા મળે છે જેમાં ચેપી એટલે કે ફેફસાના ટીબીમાં દર્દી ઉધરસ કે છીંક દ્વારા ટીબીના જીવાણુઓ (એરબોર્ન બેક્ટેરિયા)ને હવામાં ફેલાવે છે આ બેક્ટેરિયા તંદુરસ્ત વ્યક્તિના શ્વાસ દ્વારા તેના શરીરમાં દાખલ થાય છે ત્યારે ત્રણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પ્રથમ તો સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવનાર વ્યક્તિ ટીબીના બેક્ટેરિયાનો નાશ કરીને ટીબીથી બચી જાય છે, બીજુ ટીબીના જીવાણુનો ભોગ બની ટીબીની સારવાર લઈને સાજો થઈ શકે છે જયારે અત્યાર સુધી ધ્યાનબાર રહી ગયેલ ત્રીજી પરિસ્થિતિમાં ટીબીના જીવાણુ તંદુરસ્ત માનવ શરીરમાં પ્રવેશીને સુષુપ્ત અવસ્થામાં ફેફસામાં આરામ ફરમાવે છે જેને લેટેન્ટ ટીબી તરીખે ઓળખવામાં આવે છે આ સુષુપ્ત બેક્ટેરિયા સમય જતા ટીબીના નવા દર્દીને જન્મ આપે છે. એટલે જ ટીબી રોગ વારસાગત ન હોવા છતાં એક જ પરિવારમાં સમયાંતરે તેના કેસો જોવા મળે છે. આ સુષુપ્ત ટીબીની સામે જંગ લડવા ટીબીના દર્દીના સીધા સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ટીબીનો ચેપ લાગ્યો છે કે નહીં તેનું નિદાન કરવા માટે લોહીના નમુના લઈને ઇગરા ટેસ્ટ કરવામાં આવે છે આ ટેસ્ટથી ટીબીનું અતિસુક્ષમ નિદાન પણ શકય બને છે. ઈગરા ટેસ્ટમાં પોઝિટિવ રીઝલ્ટ આવતા વ્યક્તિમાં ટીબીના સુષુપ્ત જંતુ હોવાની જાણકારી મળે છે પરંતુ વ્યક્તિમાં ટીબીના કોઈ લક્ષણો દેખાતા નથી તેથી ટીબી રોગની પુષ્ટિ કરવા માટે એક્સ-રે તપાસ કરવામાં આવે છે અને જો તે પોઝિટિવ આવે તો સક્રિય ટીબીનો દર્દી ગણીને તેની 6 થી 18 માસની સારવાર કરવામાં આવે છે. પરંતુ ઇગરા ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ એક્સ-રે નેગેટિવ આવે તો એવા વ્યક્તિને દર અઠવાડિયે એક દવાનો ડોજ એમ ત્રણ મહિનામાં ટીપીટી દવાના બાર ડોઝ આપવાથી સુષુપ્ત ટીબીગ્રસ્ત વ્યક્તિ 10 વર્ષ સુધી ભયમુક્ત રહી શકે છે એવી જાણકારી તાલીમમાં આપવામાં આવી હતી. ચેપી ટીબીના દર્દીના સીધા સંપર્કમાં આવનાર ઘરના તમામ સભ્યોના લોહીના નમૂના લઈને ઇગરા ટેસ્ટ કરવામાં આવ્યા બાદ પોઝીટીવ રિઝલ્ટ વાળા વ્યક્તિની એક્સ-રે તપાસ કરાવવી પડે છે જે માટે ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેને ધ્યાને લઈને ગુજરાતમાં સંભવત સૌ પ્રથમ દુર્ગમ એવા કચ્છ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 80 લાખના ફ્યુઝી ફિલ્મના પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબી અને તેને લગતી આનુસંગિક તપાસ કરીને માત્ર 2 મિનિટમાં જ સચોટ નિદાન કરી આપવામાં આવશે એવી જાણકારી આપતા સી-19 પ્રોજકેટના રેડીયોગ્રાફર યાશરભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં 5 તાલુકા વચ્ચે 1 એવી 2 મોબાઈલ વાહન ફાળવવામાં આવી છે જેના દ્વારા નક્કી કરેલ વિસ્તારમાં એક દિવસમાં ટીબીના સંભવિત ચેપ હોવાની શક્યતા વાળા 100 વ્યક્તિઓની એક્સ-રે દ્વારા તપાસ કરી નિદાન કરવાનું શકય બનશે. આવી તાલીમો દરેક તાલુકામાં જિલ્લા ટીબી અધિકારી ડો. મનોજભાઈ દવે અને જીત પ્રોજેકટ લીડર દિલીપભાઈ જાદવના સીધા માર્ગદર્શન હેઠળ આપવામાં આવી રહી છે ત્યારે ઝરપરામાં યોજાયેલ તાલીમમાં કોમ્યુનિટી કાઉન્સિલર દીક્ષિતભાઈ સિજુ, તરુણભાઈ ગોરડીયા, ફિયાઝભાઈ ખત્રી, નોડલ સી.એચ.ઓ. ડો. હસનઅલી આગરિયા, હેલ્થ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર વિગેરે સહયોગી રહ્યા હતા. ટીબી અંગેની કવીઝ સ્પર્ધના 10 વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તાલીમ બાદ કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રુચિતાબેન ધુઆની અધ્યક્ષતામાં તમામ રાષ્ટ્રીય કાર્યક્રમો હેઠળ થયેલ કામગીરીનું વાર્ષિક મૂલ્યાંકન કરવાની સાથે સુધારાત્મક સૂચનો કરી સમૂહ ભોજન બાદ તમામ કર્મચારીઓને પ્રોત્સાહનરૂપે કીટબેગ આપવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!