આણંદ જિલ્લા માં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જાગૃતિ અભિયાન આરંભ્યું.

આણંદ જિલ્લા માં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જાગૃતિ અભિયાન આરંભ્યું.
તાહિર મેમણ – આણંદ – 24/10/2024 – સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જાગૃતિ અભિયાન આરંભ્યું છે. આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર કુલ 25,620 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
આણંદ જિલ્લા માં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. જે અન્વયે ખેતીવાડી વિભાગ તથા પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જી. સી. ભાલોડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ચાલુ વર્ષે 5 ગ્રામ પંચાયત દીઠ 1 કલસ્ટર એમ કુલ 73 કલસ્ટર બનાવવામા આવ્યાં છે. આ કલસ્ટરમાં ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવે છે. આમ, ખરીફ સીઝનમા કુલ 1400 જેટલી તાલીમ આપવામા આવી છે. જ્યારે આગામી રવિ સિઝનમાં દરેક ગ્રામ પંચાયત દીઠ 4 તાલીમ મુજબ કુલ 1400 જેટલી તાલીમ આપવામા આવનાર છે.
જે અન્વયે જિલ્લા કલેક્ટરએ ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત તાલીમમાં વધુને વધુ ખેડુતો ભાગ લે તેવા પ્રયાસ હાથ ધરવા જણાવ્યું હતું. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક સ્મિતા પિલ્લાઈ સહિત પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલ અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતા.





