MAHISAGARSANTRAMPUR

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે શિક્ષણ સહાયકના કુલ ૫ ઉમેદવારોને નિમણૂક હુકમ પત્ર એનાયત કરવામાં આવ્યા

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે શિક્ષણ સહાયકના કુલ ૫ ઉમેદવારોને નિમણૂક હુકમ પત્ર એનાયત કરવામાં આવ્યા
***

અમીન કોઠારી મહીસાગર…..

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી ૨૦૨૪ અંતર્ગત મહીસાગર જિલ્લાને મેરિટ પ્રેફરન્સના આધારે કુલ ૦૫ ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતા. આ તમામ ૦૫ ઉમેદવારોને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે માનનીય કલેક્ટરશ્રીએ તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌને શિક્ષણકાર્ય અત્યંત ઉત્સાહપૂર્વક કરવા અને જિલ્લાના શિક્ષણને ઉચ્ચ શિખરે લઈ જવા માટે પ્રતિબદ્ધ બનવા પ્રેરણા આપી હતી. કલેક્ટરશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ નવા શિક્ષણ સહાયકોના આગમનથી મહીસાગર જિલ્લામાં શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો થશે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં તેમનો ફાળો અમૂલ્ય રહેશે.

Back to top button
error: Content is protected !!