
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ફિક્સ પગારનાં કર્મચારીઓને હવે “ચાર્જ એલાઉન્સ” નો પૂરો લાભ મળશે
રતાડીયા, તા. ૨૪ નવેમ્બર ૨૦૨૫ — રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા નાણા વિભાગના નવનિર્મિત પરિપત્ર અનુસાર હવે રાજ્યની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ના ફિક્સ પગારના કર્મચારીઓને પણ વધારાની જવાબદારી (અતિરિક્ત ચાર્જ) સોંપવામાં આવે ત્યારે “ચાર્જ એલાઉન્સ” નો યોગ્ય અને સુધારેલો લાભ મળશે.
નાણા વિભાગના અગાઉના ઠરાવો મુજબ ફિક્સ કર્મચારીઓને મળતું મહેનતાણું વર્ષ ૨૦૧૫ના જૂના ફિક્સ પગારના ધોરણ પરથી ગણાતું હતું, જ્યારે ફિક્સ પગારમાં થયેલા તાજેતરના ફેરફારનો તેમાં સમાવેશ થતો નહોતો. પરિણામે ફિક્સ પગારના કર્મચારીઓમાં અસંતોષ તથા ઉત્સાહમાં ઘટાડો સર્જાતો હતો. આ મુદ્દાને રાજ્ય સરકારએ ગંભીરતાથી વિચારણા હેઠળ લઈ આજે સ્પષ્ટ અને સુધારેલી જોગવાઈ જાહેર કરી છે.
નવા પરિપત્ર પ્રમાણે—
જે ફિક્સ પગારના કર્મચારીઓને સમાન કે ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવશે, તેમને હવે તેમના વર્તમાન મહેનતાણાના ૫% અથવા ૧૦% પ્રમાણેજ ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે. આ જોગવાઈ પૂર્વનાં તમામ અનુસંધાન ઠરાવો/પરિપત્રોમાં સુધારો રૂપ છે અને તેનો અમલ આજની તારીખથી કરવામાં આવશે.
આ નિર્ણયથી હજારો ફિક્સ પગારના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓને પ્રત્યક્ષ નાણાકીય લાભ થશે અને વધારાની ફરજ બજાવવાની પ્રેરણા પણ વધશે. રાજ્ય સરકારના આ નિર્ણયને ફિક્સ પગારના કર્મચારી વર્ગે સ્વાગત કર્યું છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




