એસસી એસટી પર થતા અત્યાચાર રોકવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી પત્ર લખ્યો*
તાહિર મેમણ – ડેડીયાપાડા – 22/03@/2025 – ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ તકેદારી અને મોનેટરીંગ સમિતિના અધ્યક્ષની પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા જણાવ્યું હતું કે એસસી એસટી પર થતા અત્યાચાર અને ઉત્પીડન ના બનાવોને રોકવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ,૧૯૮૯ લાગુ કરવામાં આવ્યો જેમાં ૧૯૯૫ તથા ૨૦૧૬ વધુ સુધારાના નિયમો સાથે લાગુ કરવામાં આવેલ છે. જેની ચુસ્ત અમલવારી માટે કેટલી બાબતો પર આપની અને સમિતિની હું ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માગું છું.
(૧) કેટલાક કિસ્સાઓમાં નીમાયેલા તપાસ અધિકારી કે થાણા અધિકારી દ્વારા આવા કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિ અને સાક્ષીઓના કેસ નોંધતા નથી. સ્થળ તપાસમાં પણ પોતે જતા નથી અને સમય પસાર કરી ભોગ બનનાર વ્યક્તિ ઉપર સમાધાન કરવા દબાણ ઉભું કરવામાં આવે છે. ક્યારેક તો આવા કિસ્સાઓમાં આરોપીઓ પર ૧૫૧ કરી મામલતદાર સામે રજુ કરી સંતોષ માનવામાં આવે છે. ઘણાં કેસોમાં પોલીસ સ્ટેશનો માં ટેબલ જામીન આપવામાં આવતા હોય છે. ચાર્જશીટ (તહોમતનામું) ફાઈલ કરવામાં વિલંબ કરવામાં આવે છે.
(૨) કેટલાક કિસ્સાઓમાં જિલ્લા મેજીસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પોલીસ અધિક્ષક કે નાયબ પોલીસ અધિક્ષકની ભોગ બનનાર વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલતા હોતી નથી તેઓ એવું માનતા હોય છે કે આ અત્યાચાર નિવારણ અધિનિયમનો ગેરફાયદો ઉઠાવે છે. એવું જાહેર મંચ પરથી પણ બોલતા હોય, મહીસાગરના કલેકટરશ્રી નેહા કુમારીનો વાયરલ વિડીઓ પૂરા રાજ્યએ જોયો છે.
(૩) અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ભોગ બનનારના કેસોના કિસ્સામાં માં ટ્રાયલ ફાસ્ટ ચલાવવા માટે “વિશેષ કોર્ટોમાં કેસો ચલાવવાની” ની તથા “વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર”ની જોગવાઈ કરવામાં આવેલ છે. છતાં મોટેભાગના કેસો પેન્ડીંગ હોવાથી ભોગ બનનાર લોકો વર્ષોથી ન્યાયની રાહ જોઇને બેઠા છે.
(૪) અત્યાચાર નિવારણ અધિનયમમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિની જમીનનો ગેરકાયદે ભોગવટો કરવા તથા તેમાં ખેતી કરવી અથવા વન-હક સહિતના હકમાં દખલગીરી કરવાના રોજ-બરોજના અનેક બનાવો બને છે. જેમાં ભોગ બનનાર વ્યક્તિઓના કેસ નોંધવામાં આવતા નથી.
(૫) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના લોકોને લગ્નો વરઘોડાઓ દરમિયાન ઘોડો અથવા કોઈ વાહનો કે હેલિકોપ્ટરની સવારી કરતા સોશ્યલમિડિયાના માધ્યમોથી અપશબ્દો બોલી ઇરાદાપૂર્વક અપમાનિત કરી દુશ્મની નફરત અથવા બદઇરાદાપૂર્વકની લાગણીને ઉત્તેજન આપનારા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેવી બાબતો પર તકેદારી અને મોનીટરીંગ સમીતી તથા રાજ્ય સરકાર દ્વારા સત્વરે સૂચન કરી સુધારો કરવામાં આવે એવી મારી આપ સમક્ષ અપીલ છે