BHUJKUTCH

કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની કરાઈ ઉજવણી

કચ્છ : તા.7 March 2024

રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ : કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર સંતોષી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તેમજ મહાશિવરાત્રી ની પૂર્વ સંધ્યાએ બને દિવસની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી.જેમાં “નારી તું નારાયણી” સિરસકને સાર્થક કરતો આ દિવસ મહિલા દિવસ તરીકે અળખ આપવામાં આવી છે ત્યારે આજે મહિલા દિવસની ઉજવણી ના ભાગરૂપે નિત્ય વંદના સભામાં ભુજના કચ્છ ઉદય ટીવી ન્યુઝ ચેનલના એંકર અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા એવાં રાખીબેન અંજારિયા નું સમાજમાં મહિલાઓનું યોગદાન વિષે વક્તવ્ય રાખવામાં આવ્યું હતું જેમાં રાખીબેન અંજારિયાએ મહિલા સશક્તિ કરણ તેમજ આજે સમાજમાં મહિલાઓ પુરુષો સમોવડી થઈને વિવિધ સરકારી કચેરીઓ,વકીલ, શિક્ષક,ડોકટર,પાયલોટ,પોલીસ, રાજકિયક્ષેત્ર તેમજ પત્રકારીત્વ ક્ષેત્રમાં અનેરું સ્થાન મળ્યું છે તે ઉપરાંત સમાજમાં એક દીકરી,પત્ની,માતા અને બહેન તરીકે પણ પોતાની જવાબદારીઓ નિભાવે તનમન અને ધનથી નિભાવે છે ત્યારે “નારી તું નારાયણી”તરીકેનું સન્માન આજે સમગ્ર વિશ્વમાં નારીઓએ પ્રાપ્ત કર્યું છે તે દેશ અને વિશ્વમાટે ગૌરવ ગણાવ્યું હતું આ પ્રસંગે શાળા પરિવાર વતી શિશુવાટિકાના પ્રધાનઆચાર્ય વર્ષાબેન ઠક્કરે અભિવાદન કર્યું હતું. મહેમાનનો પરિચય શાળાના પ્રાથમિક વિભાગના પ્રધાનઆચાર્ય મીનાક્ષીબેન પઢારીયાએ આપ્યો હતો.


મહિલા દિવસની ઉજવણી બાદ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે શાળાના બાળકોએ શાળા પરિવાર દ્વારા માટીમાંથી બનાવેલ ભગવાન શિવના શિવલિંગની ઉપર બિલ્વપત્ર, અક્ષત, ચંદન વડે ભગવાન શિવની આરાધના કરી હતી. આ પ્રસંગે સંસ્થાના શ્રી નવીનભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. બને કાર્યક્રમની વ્યવસ્થા શાળા પરિવારે સંભાળી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!