NANDODNARMADA

નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામેથી દારૂની બોટલો સાથે રાજપીપળાના ચાર બુટલેગરોને પોલીસે ઝડપી લીધા

નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામેથી દારૂની બોટલો સાથે રાજપીપળાના ચાર બુટલેગરોને પોલીસે ઝડપી લીધા

રાજપીપળા: જુનેદ ખત્રી

નાદોદ તાલુકાના ચિત્રવાડી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર યુવાનોને રાજપીપળા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જી.એ.સરવૈયા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓના માર્ગદર્શન હેઠળ રાજપીપલા પોલીસ સ્ટેશનના આર.જી.ચૌધરી નાઓએ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવાની રાજપીપલા પોલીસ સ્ટાફને સુચના કરેલ તે દરમ્યાન બાતમી આધારે ચિત્રાવાડી ગામ પાસે પાણીના ફિલ્ટર પ્લાન્ટની પાછળના ભાગે ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-૬૫૭ જેની કિ.રૂ.૨,૯૧,૦૦૦/- તથા પતરાની બેરલ નંગ-૧૦ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૦૧,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા આરોપીઓ (૧) મિતિનભાઈ ઉર્ફે નિતીન નવીનભાઈ માછી રહે.ચોર્યાસીની વાડી પાસે રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા (૨) રઈસ અહેમદ રહીમુદ્દીન ગોહિલ રહે-રાજપીપલા બાવાગૌર ટેકરી તા-નાંદોદ જી-નર્મદા તથા (૩) દેવેન્દ્ર ઉર્ફે લાલુ વિક્રમસિંહ ઠાકોર રહે,રાધાકૃષ્ણ મંદિરની પાછળ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા (૪) જયનીસ અનિલભાઈ પુરોહિત રહે.નવાપરા ભટશેરી રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!