GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

Tankara:મોરબીમાં ટંકારાના ભૂતકોટડા ગામે સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

Tankara:મોરબીમાં ટંકારાના ભૂતકોટડા ગામે સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

 

 

ચાલો ગાંધીજીને સ્વચ્છાંજલી અર્પણ કરીએ; ઘર શેરી મહોલ્લા સ્વચ્છ બનાવીએ

સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણીઅંતર્ગત મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે સામુહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લામા સ્વભાવ ‘સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા’ ના બેનર હેઠળ ભૂતકોટડા ગામની સામુહીક સાફ સફાઈ કરવામાં આવી હતી.


સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ગામમાં સ્વચ્છતા સંલગ્ન સૂત્રો સાથે સ્વચ્છતાની રેલી કાઢવામાં આવી હતી. ગામ લોકો અને સ્કૂલના બાળકોએ સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. ગામને સ્વચ્છ બનાવવા માટે કચરા વ્યવસ્થાપન અર્થે સરકારશ્રી દ્વારા ફાળવેલ વાહન મારફતે ગામમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ સાફ-સફાઈ કાર્યક્રમમાં એસ.બી.એમ.જી. યોજનાના જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કર્મચારી તેમજ ગામના સરપંચશ્રી તથા પંચાયતના સભ્યો અને ગામના લોકોએ જોડાઈને ગામના વિવિધ વિસ્તારમાં સાફ – સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!