
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૪ સપ્ટેમ્બર : માન. અગ્ર સચિવશ્રી, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગાંધીનગરની સુચનાથી અન્ન નાગરિક પુરવઠા વિભાગ ધ્વારા રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે શાળાના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે ઈ-કેવાયસી અત્યંત આવશ્યક હોઇ, સરકારશ્રી દ્વારા સ્કોલરશિપ મેળવવા માટે E-KYC ફરજિયાત કરેલ હોય, તાત્કાલિક શાળા-કોલેજના વિધાર્થીઓની ઈ-કેવાયસી ખાસ કરીને પોસ્ટ મેટ્રીક, સ્કોલરશીપ મેળવતાં વિદ્યાર્થીઓની ઇ-કેવાયસીની કામગીરી પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવા જણાવતાં તા.૦૩/૦૯/૨૦૨૪ નાં માન. કલેકટરશ્રી, કચ્છ-ભુજના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજવામાં આવેલ. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, કચ્છ-ભુજ, રજીસ્ટ્રારશ્રી, કચ્છ યુનિવર્સિટી, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી તથા નાયબ નિયામકશ્રી, એસ.સી. સેલ, ભુજ હાજર રહેલ. અધ્યક્ષસ્થાનેથી વિધાર્થીઓના ઇ-કેવાયસીની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરીને તાત્કાલિક તમામ વિધાર્થીઓના ઇ-કેવાયસી પુર્ણ કરવામાં આવે જેથી તેમને સ્કોલરશીપ મેળવવામાં મુશ્કેલીઓ ઉપસ્થિત ન થાય. જિલ્લામાં કુલ ૪,૪૫,૯૮૭ વિદ્યાર્થીઓ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં એનરોલ્ડ છે. જેની આવનારા ૧૦ દિવસોમાં સંપુર્ણ કામગીરી પુર્ણ કરવા માન.કલેકટર સાહેબ દ્વારા મીટીંગ બોલાવી કામગીરીનું આયોજન કરવામાં આવેલ.



