દાહોદ તાલુકાની નાની ખરજ ગામે પીકઅપ ફોરવ્હીલ માંથી ચોરીમાં ગયેલ મુદ્દાલામ સાથે ચાર આરોપીઓને ઝડપી રૂલર પોલિસે જેલ ભેગા કર્યા
દાહોદ તાલુકાના નાની ખરજ ગામે ગરબાડા રોડ પર થયેલ પીકઅપ ફોરવ્હીલ માથી ચોરીમા ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓને ગણતરીના દિવસોમા ઝડપી પાડી તમામ મુદ્દામાલ રીવર કરતી દાહોદ ગ્રામ્ય પોલીસ
તા.૩૧.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની નાની ખરજ ગામે પીકઅપ ફોરવ્હીલ માંથી ચોરીમાં ગયેલ મુદ્દાલામ સાથે ચાર આરોપીઓને ઝડપી રૂલર પોલિસે જેલ ભેગા કર્યા
દાહોદ તાલુકાના નાની ખરજ ગામે ગરબાડા રોડ પર થયેલ પીકઅપ ફોરવ્હીલ માથી ચોરીમા ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓને ગણતરીના દિવસોમા ઝડપી પાડી તમામ મુદ્દામાલ રીવર કરતી દાહોદ ગ્રામ્ય પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી દાહોદ વિભાગ દાહોદ તથા પોલીસ ઈન્સ્પેક્ટર વી.પી.કનારા નાઓની સુચના હેઠળ મિલક્ત સબંધી મોટર સાયકલ તથા ચોરી/ઘરફોડ ચોરીના ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન કર્યા હતા જે અનુસંધાને દાહોદ રૂરલ પો.સ્ટે. એ ગુ.ર.નં.૧૧૮૨૧૦૦૮૨૪૦૮૫૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ.૩૦૩,૧૨૬ (૨),૫૪ મુજબના કામના આરોપી (૧).સોનુ રતનભાઈ સાંસી ઉંમર.૨૯ ધંધો.મજૂરી રહેવાથી ડેલસર ડામોર ફળિયું તલાવની સામે તાલૂકા જિલ્લા દાહોદ (૨) કાલુ રાજેશભાઈ જાતે સિસોદિયા ઉંમર.૨૩ ધંધો મજૂરી રહેવાથી ડેલસર પડદા ફળીયુ તાલુકા જિલ્લા દાહોદ અને અને (૩) નોમાન રફિકભાઈ જાતે શેખ ઉંમર.૨૨ ધંધો મજૂરી રહેવાસી ડેલસર યમુના મિલ ની સામે તાલુકા જિલ્લા દાહોદ (૪) જીતેન્દ્ર મહેશભાઈ જાતે રાઠોડ ઉંમર.૨૬ ધંધો મજૂરી રહેવાસી GIDC ચાકલીયા રોડ ડામોર ફળીયુ તાલુકા જીલ્લા દાહોદ એ તમામ આરોપીઓને હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સના આધારે અટક કરીને સઘન પુછપરછ કરતા નાની ખરજ ગામે પીકઅપ ગાડીમાથી રોકડા રૂપિયા ૨,૦૨,૫૦૦/-રૂ. ચોરી કરેલાની કબુલાત કરી.તેમજ ગુન્હાના કામે ઉપયોગ કરેલ મોટરસાયકલો જે તમામ મુદ્દામાલ ગુન્હાના કામે કબ્જે કરી ચોરીમાં સામેલ તમામ આરોપી સામેં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળેલ છે.