KUTCHMUNDRA

વધુ એકવાર પશ્ચિમ કચ્છ LCB એ ત્રગડી અને ખાનાયના બુટલેગરે મંગાવેલો ૧.૨૯ કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો

રીપોર્ટ: બિમલ માંકડ | પ્રતીક જોશી

મુન્દ્રા : પશ્ચિમ કચ્છ LCB ટીમને મળેલી બાતમીના આધારે મુન્દ્રા તાલુકાના ધ્રબમાં આવેલ શ્રી રામ યાર્ડમાં રહેલ એક કન્ટેનર તપાસતા તેમાંથી ૧.૨૯ કરોડની કિમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે. એલસીબીએ ઝડપેલ જથ્થામાં અલગ-અલગ બ્રાન્ડની ૩૫૦૪ બોટલો અને ૪૩૨૦૦ નંગ બિયરના ટીનનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં વિદેશી દારૂનો આ જથ્થો ત્રગડીના લીસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને ખાનાયના જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢાએ તેમના સાગરીત જયદિપસિંહ રવતુંસિંહ રાઠોડ (રહે.ગળપાદર, ગાંધીધામ) મારફતે પંજાબથી મંગાવેલ હોવાનું જાણવા મળેલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા છ દિવસની અંદર જ યુવરાજસિંહ અને જીતુભાએ મંગાવેલ વિદશી દારૂના જથ્થા પર ત્રણ દરોડા પાડી અધધધ… ૨.૪૧ કરોડનો વિદેશી દારૂ પકડી પાડેલ છે. ત્યારે એસએમસીએ પાડેલા દરોડાઓ પછી પશ્ચિમ કચ્છ પોલીસે દારૂના વેપલા વિરુધની કાર્યવાહી બદલ સરાહના થઇ રહી છે જો કે બન્ને રીઢા બુટલેગરો હજુ પણ પોલીસ પકડથી દુર રહ્યા છે.

Back to top button
error: Content is protected !!