GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા માં સાંસદ રાજપાલસિંહ જાદવ ના જન્મ દીન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યકમો યોજાયાં.

 

તારીખ ૦૯/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા ખાતે પંચમહાલ લોકસભા મતવિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવ નો જન્મ દિવસ હોઈ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. રાજપાલસિંહ ખૂબ જ વિરલ વ્યક્તિત્વ ધરાવતાં યુવા સાંસદ છે. સાદગી, જનસેવા અને જનકલ્યાણ એ એમના જીવનનું ધ્યેય છે. તેથી તેઓના જન્મદિનની ઉજવણી પણ સામાન્ય જન સમુદાયની સેવા, સુખાકારી અને વિકાસના કાર્યો દ્વારા થાય એ સ્વાભાવિક છે. આજરોજ તેઓશ્રીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યકમો યોજાયાં હતાં જેમાં સાંસદ ના વતન કાલોલ તાલુકાના કરોલી ગામે પશુ સારવાર કેમ્પનું આયોજન કરી પશુ સારવારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે બીજી તરફ કાલોલ તાલુકા ભાજપ સંગઠન દ્વારા તાલુકાના ખડકી ગામે વન કવચ ખાતે યોજાયેલા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું અને કાલોલ તાલુકાની ખડકી પ્રાથમિક શાળા ખાતે નાના બાળકો સાથે મુલાકાત કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી ત્યારેબાદ કાલોલ તાલુકા તથા કાલોલ નગરના કાર્યકર્તા મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને સાંસદ રાજપાલસિંહ જાદવ ના જન્મ દિન નિમિત્તે આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ નગર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા સહિત જીલ્લા તેમજ તાલુકાના હોદેદારો સાથે કાલોલ નગર સંગઠનના કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!