સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે કરેલ દબાણકારોને કાયદાનો પાઠ ભણાવતી પ્રાગપર પોલીસ.
ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા ગૌતમ વિવેકાનંદન સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક મુંદરા વિભાગ દ્વારા મુંદરા તાલુકાના વાવર ગામની સીમ પાસે સરકારશ્રી ગૌચર જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ કરનાર વિરૂદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરાવવા સુચના આપવમાં આવેલ હતી

તારીખ : ૧૯-૦૨-૨૦૨૬
રીપોર્ટ : યશ માંકડ, પ્રતિક જોશી
જે અનુસંધાને એ.આર.ત્રિવેદી તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ આ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી .જેમા કર્તવ્યનિષ્ઠ અને શિસ્તના પુરક ગણાતા PI એસ.એન.ચુડાસમા પ્રાગપર પો.સ્ટે.,PSI-વી.એન.ચાવડા પ્રગપર પો.સ્ટે, તથા પ્રાગપર પોલીસ સ્ટાફ સાથે મળી ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે મુંદરા તાલુકાના વવાર ગામની સીમમાં સરકારી જમીન જેનું કુલ ક્ષેત્રફળ આશરે ૧૯.૫ એકર જેની અંદાજે કુલ કિંમત ૧,૯૫,૦૦,૦૦૦/- છે જેના સરકારી સર્વે નં-૨૭૦ની ગૌચર જમીનમા કાંટાળી તાર બાંધી ગેરકાયદેસર દબાણ કરનાર (૧) કાંતી દેવરાજ મરંડ રહે-ચાંદ્રોડા, તા-અંજાર જેમના દ્વારા કુલ્લ-૧૫ એકર જમીનમા દબાણ કરેલ જમીનની કુલ્લ કીમત રૂપીયા ૧.૫ કરોડ તેમજ (૧) કુવરબેન મેમાભાઇ બકુત્રા (૨) રમેશભાઇ મેમાભાઇ બકુત્રા (૩) ગોવીંદભાઇ મેમાભાઇ બકુત્રા ત્રણેય રહે ચાંદ્રોડા તા.અંજાર દ્વારા સાથે મળી કુલ્લ-૨.૫ એકર જમીનમાં દબાણ કરેલ જે જમીનની કુલ્લ કીમત રૂપીયા ૨૫ લાખ તેમજ (૩) બધાભાઇ ભિમાભાઇ આહીર રહે-ચાંદ્રોડા તા.અંજાર દ્વારા કુલ્લ-૦૨ એકર જમીનમા દબાણ કરેલ જે જમીનની કુલ્લ કીમત રૂપીયા ૨૦ લાખ ની જમીન મા ગેરકાયદેસર દબાણ કરેલ હોઇ જે ગેરકાયદેસર દબાણ હટાવવાની કાયદેસરની કાર્યવાહી રેવન્યુ વિભાગ મુંદરા તેમજ પ્રાગપર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.સમગ્ર ઘટનાથી ચોક્કસ જીલ્લાભર ના ભૂમાફિયાઓ ડર નું મોજું ફરી ગયું છે જેમાં શંકા ને કોઈ સ્થાન નથી.



