
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતિક જોશી
ભુજ : શહેર સાથે સમગ્ર કચ્છમાં અનેક અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે અને અનેક માનવ જીવન મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. જેને અનુલક્ષીને ભુજ સીટી ટ્રાફિક શાખાના પીએસઆઇ ટી.બી.રબારી દ્વારા નાના બાળકોની હેરફેર કરતી સ્કૂલવાનો અને છકડા ચલોકોને ટ્રાફિક અવેરનેશ બાબતે સમજ આપવામાં આવી હતી. સ્કૂલના નાના બાળકોની હેરફેર કરતા વાહન ચાલકોએ ક્યા-ક્યા મુદ્દાઓ ધ્યાને રાખવા જોઈએ જેથી કરીને આવનારા ભવિષ્યમાં આવા વાહન ચાલકોની ભૂલનો ભોગ નાના ભુલકાઓ ન બને. આ બાબતે શાળાના સંચાલકોએ પણ આ મહત્વના મુદ્દે જાગૃતિ દાખવીને ભુલકાઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા સંદેશ પાઠવ્યો હતો. મહત્વના મુદ્દે સ્કૂલ રિક્ષામાં પરિવહન કરતા બાળકોની સંખ્યા નિયત કરેલી છે તે અનુસાર જ હોવી જોઈએ. સમયસર સ્કૂલે પહોંચવા માટે વિદ્યાર્થીઓના જીવન જોખમમાં ન મુકાય તે ખુબજ ધ્યાને રાખીને વાહનની ગતિમર્યાદા અને નિયમોનું પાલન કરીને વાહનો હંકારવા પર ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા. વાહન ચાલકો પાસે લાઈસન્સ ફરજીયાત હોવું જરૂરી છે જો આવા વાહન ચાલકો ધ્યાને ચડશે તેવા કિસ્સામાં નિયમો અનુસાર કડકહાથે કાર્યવાહી કરવામાં આવશે તે ભૂલવું નહિ. ભુજ સીટી ટ્રાફિક શાખાના પોલીસ કર્મીઓ દ્વારા ટ્રાફિક જાગૃતિ અન્વયે કડક કાર્યવાહી કરાશે



