BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન વખતે શિક્ષકોની વહારે આવેલ સંસ્થાઓનો આભાર વ્યક્ત કરાયો.

2-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- SSC અને HSC મધ્યસ્થ મૂલ્યાંકન-કચ્છ – ૨૦૨૩ દરમિયાન નવચેતન અંધજન મંડળ-માધાપર અને શ્રી મુરલીધર વિદ્યામંદિર આહીર બોર્ડિંગ- અંજાર દ્વારા સમગ્ર કચ્છમાંથી મધ્યસ્થ મૂલ્યાંકન માટે આવેલા શિક્ષક મિત્રો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના સંકલન થી આ સંસ્થાઓમાં શિક્ષક મિત્રો માટે નોમિનલ ચાર્જમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી જે ખરેખર સરાહનીય હતી. આ માટે સમગ્ર કચ્છના શિક્ષક મિત્રો વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ આવી વિશિષ્ટ સેવા આપવા બદલ નવચેતન અંધજન મંડળ – માધાપર ના મહામંત્રી શ્રી લાલજીભાઈ પ્રજાપતિ,મંત્રી શ્રી હિમાંશુભાઇ સોમપુરા તેમજ ખજાનચી શ્રી ઝીણાભાઇ તેમજ શ્રી મુરલીધર વિદ્યામંદિર આહીર બોર્ડિંગ-અંજાર ના આચાર્ય શ્રી મુકેશભાઇ માતા,ભાવિકભાઇ સોરઠીયા- કચ્છ આહીર યુવક મંડળ,વિરમભાઈ તેમજ ભીમજીભાઇ આહીર ને સમગ્ર કચ્છના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શિક્ષક મિત્રો વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડના અધ્યક્ષ – અલ્પેશભાઇ જાની, મહામંત્રી- ધર્મેન્દ્રભાઇ પરમાર, ઉપાધ્યક્ષ- સુનિલભાઇ મહેશ્વરી તેમજ કોષાધ્યક્ષ- કીતિઁભાઇ પરમાર દ્વારા ભારતમાતાની છબી, પુષ્પ અને સ્વાધીનતા સંગ્રામના ૭૫ શૂરવીરોનુ પુસ્તક આપી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!