
મેહસાણા ના જોટાણા ગામે નક્લી જીએસટી અધિકારી ઝડપાયા પોલીસે બે મહિલા અને એક પુરુષ ની અટકાયત કરી
સાંથલ પોલીસ મથકે ત્રણ સામે વેપારીએ નોંધાવી ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા ના જોટાણા ગામે આવેલ ન્યુ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાન મા બે મહિલા અને એક સાથે આવેલ પુરુષે જીએસટી અધિકારી તરીકે ની ઓળખ આપી જીએસટી નંબર ની માંગ કરી રૂ.10 લાખ નો દંડ કરવાની ડરામણી આપી રૂ.5 લાખની માંગણી કરતા વેપારીને શંકા જતા ગામના સરપંચ ના પુત્ર ને બોલાવી અધિકારી ના આઈ ડી કાર્ડ ની માંગણી કરતા ગલ્લે તલ્લા વધુ શક ઊભો થયો હતો. આ બાબતની જાણ પોલીસ ને કરવા મા આવતા પોલીસે બે મહિલા અને પુરુષ ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ જોટાણા ખાતે ન્યુ બેસ્ટ પ્રાઇઝ ની દુકાન ચલાવતા ઈલિયાસ ભાઈ મલેક ની દુકાન મા અમદાવાદ થી આવેલ બે મહિલાઓએ દુકાન મા પ્રવેશ કરી જીએસટી નંબર અને સહિત સાહિત્ય ની માંગ કરી તમે જીએસટી નંબર ધરાવતા નથી તમને રૂ 10 લાખનો દંડ થઈ શકે છે. જો તેમાંથી બચવું હોય તો રૂપિયા 5 લાખ આપો તેમ કહી માંગણી કરતા જેનો વિડિઓ પણ સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. વેપારી ઈલિયાસ ભાઈ મલેકે ગામના સરપંચ ના પુત્ર સરફરાઝ ભાઈ ને બોલાવી અધિકારી ની તપાસ માટે આઇડી કાર્ડ માંગ્યું હતુ. આઇડી કાર્ડ ગાડી મા હોવાનું જણાવી નાસવા ની કોશિશ કરતા ત્રણ જણા ને પોલીસને વેપારી એ હવાલે કરી રિદ્ધિ દવે,શર્મિલા પટેલ, તેમજ ડ્રાઈવર કિરણ વિનોદ ભાઈ ની પોલીસે અટકાયત કરી વેપારી ઈલિયાસ ભાઈ મલેક ની ફરીયાદ નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. જોકે બાદ મા પોતે વિક્લી પેપર ના પત્રકાર ની ઓળખ આપી હતી. તપાસ મા જાણવા મળ્યું હતું કે બે મહિલા અને ડ્રાઈવર તરીકે આવેલ પુરુષ ત્રણે અમદાવાદ થી નકલી રેડ પાડવા આવ્યા હતા પોલીસે ત્રણે જણા ની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.




