
અર્થતંત્રને વેગ અને રોજગારી આપે એવા ઉદ્યોગોને અમે આવકારીએ છીએ: સ્થાનિકો
અબડાસા તાલુકાના મોટીબેર અને હોથીઆય ખાતે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વિસ્તરણ અંગેની પર્યાવરણીય લોક-સુનાવણી યોજાઇ હતી, ક્લિંકર અને સિમેન્ટ પ્રોજેક્ટના વિસ્તરણથી આકાર લેનાર પ્લાન્ટ અંગેની લોકસુનાવણીમાં આસપાસના લગભગ 20 ગામોના લોકો દ્વારા હાજરી આપવામાં આવી હતી.
આ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારી શ્રી નરેશ ચૌધરી (પ્રાદેશિક અધિકારી શ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પશ્ચિમ કચ્છ) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમને યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી. લોકસુનાવણીના અધ્યક્ષ પદે શ્રી કે. જે. વાઘેલા, SDM, અબડાસા-કચ્છ ઉપસ્થિત રહ્યા હતા.
લોકસુનાવણીમાં હજાર ગ્રામ જનો દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેની નોંધ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રને સીમિત રાખીને ચાલતું નથી પરંતુ લોક સુખાકારી દ્વારા જીવનના ધબકાર ઝીલતું વૈશ્વિક ગ્રુપ છે.
અત્રે ઉપસ્થિત લોકોના સૂચનોના કંપનીના અધિકારી ગૌરાંગ ભટ્ટ મુદ્દાસર અને સંતોષકારક જવાબો આપ્યા હતા. જ્યારે લોકોની આરોગ્ય-શિક્ષણની સુખાકારીના સૂચનોના પ્રત્યુત્તર ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે આપ્યા હતા. અત્રે અદાણી ગ્રુપ માંથી સંકલન માટે જયદીપભાઈ શાહ, રમેશભાઈ આઈડી ઉપસ્થિત રહેલ.
ગામજનો એ આરોગ્ય, શિક્ષણ અને રોજગારી વિષે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. જે અંતર્ગત જણાવ્યું હતું કે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના ભાગરૂપે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ ક્લાસ, એજ્યુકેશન કીટ વિતરણ, અદાણી હેલ્થ કેર સેન્ટર, આસપાસ ના ગામોમાં સામુહિક આરોગ્ય શિબિર, પશુપાલન જળ સંચય યોજના હેઠળ તળાવ ઊંડા કરવા જેવા કામો અદાણી ગ્રુપ ની CSR શાખા અદાણી ફાઉન્ડેશન કરી રહેલ છે.
સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના વિસ્તરણ પ્રોજેક્ટ અંતર્ગત 7000 કરોડ ના ઇન્વેસ્ટમેન્ટ સાથે આ પ્રોજેક્ટ સાંઘીપુરમ ખાતે, ગામ: મોટી બેર અને હોથીઆય, તાલુકો : અબડાસા, જિલ્લો: કચ્છ, ગુજરાત ખાતે ક્લિંકર અને સિમેન્ટ નું ઉત્પાદન વધારશે.
પ્રોજેક્ટના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીનું સર્જન વ્યાપક પ્રમાણમાં થશે. બાંધકામ ના તબક્કા દરમિયાન, પ્રસ્તાવિત વિસ્તરણ પ્રોજેક્ટ માટે આશરે 4000-5000 લોકોને રોજગારી મળી રહેશે, જેમાં નજીકના ગામના લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
આમ, મોટીબેર અને હોથીયાય ખાતે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રોજેક્ટ સાથે સ્થાનિક સુખાકારી તથા અર્થતંત્ર ધબકતું થશે.






