KUTCHMUNDRA

ઝરપરા અને મુંદરા નગરપાલિકા વિસ્તારમાં ૧૬મીથી ૧૮મી માર્ચ દરમિયાન ‘સેવા સેતુ’ના કેમ્પ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ઝરપરા અને મુંદરા નગરપાલિકા વિસ્તારમાં ૧૬મીથી ૧૮મી માર્ચ દરમિયાન ‘સેવા સેતુ’ના કેમ્પ યોજાશે

 

મુંદરા,તા.14:

રાજ્ય સરકારના પારદર્શક વહીવટના અભિગમને વેગ આપવા માટે મુંદરા તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘સેવા સેતુ ૨.૦’ ના બીજા તબક્કા હેઠળ ત્રણ દિવસીય જનસેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૬ માર્ચ, સોમવારના રોજ ઝરપરા ગ્રામ પંચાયત કચેરી ખાતેના કેમ્પમાં ઝરપરા સહિત ધ્રબ, નવીનાળ, સિરાચા, ટુંડા, ટુંડા વાંઢ, મોટા કાંડાગરા, મોટી ખાખર, નાના કપાયા, બોરાણા અને મોટા કપાયા ગામના ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળશે. ત્યારબાદ ૧૭ માર્ચ, મંગળવારના રોજ મુંદરા બારોઈ નગર પાલિકા કચેરી ખાતે અને ૧૮ માર્ચ, બુધવારના રોજ રોટરી હોલ મુંદરા ખાતે કેમ્પ યોજાશે જેમાં મુંદરા, બારોઈ અને ગોયરસમા વિસ્તારના લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.

આ ત્રણેય દિવસો દરમિયાન યોજાનારા કેમ્પમાં સવારે ૯:૦૦ કલાકથી જ તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. નાગરિકો આ સ્થળો પર આવક, જાતિ અને નોન-ક્રીમીલેયરના પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ નોંધણી, આયુષ્માન ભારત કાર્ડ તેમજ હેલ્થ વેલનેસ કાર્ડ જેવી મહત્વની સેવાઓ મેળવી શકશે. આ ઉપરાંત ગંગાસ્વરૂપા આર્થિક સહાય (વિધવા સહાય), વૃદ્ધ સહાય, સિનિયર સિટીઝન દાખલા અને જમીન મહેસૂલને લગતી વિવિધ અરજીઓનો પણ સ્થળ પર જ નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લાભ લેવા ઈચ્છતા તમામ અરજદારોએ નિયત તારીખે સવારે ૯ થી ૫ વાગ્યા દરમિયાન જરૂરી પુરાવાઓ સાથે પોતાની અરજીઓ રજૂ કરવા મુંદરા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!