KUTCHMANDAVI

બીદડા ગામમાં સરકારી દવાખાના અને પ્રાથમિક શાળાની બાજુમાં ગટરનુ દુષિત વહેતુ પાણી થકી ગંદગી ફેલાવતા ગંદુ ગટરના પાણીનાં લીધે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાનાં ભૂલકાંઓ માં ભયંકર રોગ ચાળો ફેલાવવાની દહેશત.

૬ – ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ :- બીદડા ગામના સરકારી દવાખાના(સબ સેન્ટર)સહકારી સેવા મંડળીની બાજુમાં ગટરનુ દુષિત વહેતુ પાણી ગંદગી ફેલાવતા કાયમી ધોરણે ગંદુ ગટરનુ પાણી વહેતા રોગચાળો ફેલાવવાની દહેશત હોઈ જવાબદારો સામે પગલા ભરવા બાબત, બીદડા સરકારી દવાખાનુ(સબ સેન્ટર)જયા હાલમાં કાર્યરત છે જયા લોકોની સારવાર કરવામાં આવે છે તેમની સામે ગટરનુ દુષિત પાણી કાયમી ધોરણે વહેતુ ભરાયેલું હોય છે આ ગંદગીમાંથી પસાર થતા પ્રાથમિક ગૃપ શાળામાં બાળકો અભ્યાસ કરવા આવતા તેમના આરોગ્યને જીવનો જોખમ હોઈ મચ્છર રોગ ફેલાવતા હોઈ જીવલેણ બીમારીના ભોગ બને તેમનાથી પહેલા સત્વરે ગટરના પાણીને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.ગટરનુ દુષિત ગંદુ પાણી વહે છે ત્યાથી બીદડા ગામની મેઈન બજાર તરફ,પ્રાથમીક શાળામાં જવાનો રસ્તો,સરકારી દવાખાનુ,પોલીસ સ્ટેશન,સહકારી સેવા મંડળી,ફલોર મીલ,અને બાજુમાં શાળાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થાય છે તેમજ મેઈન બજારમાં શાક મારકેટમાં આવતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે જયારે ગુજરાત સરકાર સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો દરેક ગ્રામ પંચાયતને કાળવતી હોય છે તેમજ સ્થાનીક ગ્રામ પંચાયત કચેરીમાં સફાઈ માટે કરવેરા વસુલાત કરવામાં આવતા હોય છે વેરા વસુલાત કરીને કોઈપણ જગ્યાએ સફાઈ કરવામાં આવતી નથી માત્ર કરવેરા વસુલાત કરીને લાખો રૂપિયા પ્રજાના કયા જાય છે આથી આ ગંદગી હવે ભયાનક મહામારી રોગ ચાળો ફેલાવે તેવી ગંભીર બીમારીઓનુ સ્વરૂપ ધારણ કરે તેમના પહેલા ગંદા પાણીનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેમજ આ બાબતે ઉચ્ચ કક્ષાએથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ટીમ મારફતે યોગ્ય તપાસ તાત્કાલિક ધોરણે કરીને જવાબદારો સરપંચશ્રી,સભ્યશ્રીઓ પોતાની ફરજ પ્રત્યે બેદકારી દાખવેલ હોઈ તેમની સામે ગુજરાત પંચાયત અધિનીયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી અમો અરજદાર નવીનભાઈ નાકરાણી ની માંગણી કરતા જણાવ્યું હતું સાથે રપંચશ્રીની પ્રથમ જવાબદારી હોય છે તેમ છતા કરજ પ્રત્યે બેદરકારી દાખવે છે અમે બીદડા ગામના જાગૃત નાગરીક હોઈ હમેશા પ્રજાહિતમાં કાર્યો કરીને અમારી ફરજ બજાવતા હોઈએ છીએ આ ગંદગીની ફરીયાદ કરવામાં અમોને કોઈપણ અંગત સ્વાર્થ હિત નથી તેમ છતા પ્રજાહિતનુ કાર્ય હોઈ અમે આ ફરીયાદ લેખિતમાં આધારો સાથે અમારા સ્વ ખર્ચથી આપીએ છીએ તેવુ બિદડા ગામના જાગૃત નાગરિક નવીનભાઈ નાકરાણીએ જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!